ગુજરાતની એક બેઠક પર પેટા-ચૂંટણી સાથે બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

ભારતીય ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી, જેમાં 17.4 કરોડ મતદારો ભાગ લેશે, 2.19 લાખ જેટલા મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવશે અને 25 લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટા ચૂંટણી યોજાશે, 23 એપ્રિલના રોજ મતદાન તો 4 મેના રોજ પરિણામ જાહેર થશે.
પશ્ચિમ બંગાળ: બે તબક્કામાં મતદાન, 23 અને 29 એપ્રિલે મતદાન તો 4 મેના રોજ પરિણામ
તમિલનાડુ: 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
કેરલમ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
આસામ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
પુડુચેરી: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
5 રાજ્યોની 824 બેઠકો પર ચૂંટણી
પશ્ચિમ બંગાળ: 294 બેઠકો
તમિલનાડુ: 234 બેઠકો
કેરલમ: 140 બેઠકો
આસામ: 126 બેઠકો
પુડુચેરી: 30 બેઠકો
પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ પહેલા 7 મેના રોજ, તમિલનાડુનો 10 મેના રોજ, આસામનો 20 મેના રોજ અને કેરલમનો 23 મેના રોજ સમાપ્ત થાય છે. પુડુચેરી વિધાનસભાનો કાર્યકાળ છેલ્લે 15 જૂનના રોજ સમાપ્ત થાય છે.



