જાહેરમાં જ કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી કંપની સામે સખત પગલાં ભરાશે: એસપી


સમીર પટેલ, ભરૂચ
અંક્લેશ્વરમાં ઉદ્યોગકારો માટે જિલ્લા પોલીસ વિભાગે ખાસ સેમિનાર યોજ્યો
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની અંક્લેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆઇડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં જીઆઇડીસીઓમાં આવેલાં નાના-મોટા ફાર્માસ્યુટીકલ એકમોમાં બનતાં ડ્રગ્સનું મોનિટરીંગ થાય, નાર્કોટિક્સ સિન્થેટિક્સ ડ્રગ્સનું ઉત્પાદન ન થાય, પર્યાવરણ અને સજીવ સૃષ્ટીને હાનિકારક એવા હેઝાર્ડવેસ્ટનો ગેરકાયદે રીતે નિકાલ ન થાય ઉપરાંત કંપનીમાં ઉપપેદાશ તરીકે બનતાં ઇથેનોલ-મિથેનોલ જેવા પ્રોડક્ટના ખરીદ-વેચાણ અને હેરાફેરીનું યોગ્ય મોનિટરીંગ કરી શકાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી.
ભરૂચ એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, ગેરકાયદે હેઝાર્ડવેસ્ટ નિકાલ કરતી ટોળકી તેમજ પરોક્ષરીતે સામે નાના-મોટા ઔદ્યોગિક એકમોને આ પ્રકારની પ્રવૃતિ ન થાય તેની તકેદારી રાખવા સુચના આપી હતી. સાથે જિલ્લામાં અકસ્માતના વધતાં બનાવોને લઇને કંપનીના તમામ કર્મચારીઓ હેલમેટનો ઉપયોગ કરે એ કાયદાનું પાલન કરે તે માટે સુચના આપી 31મી માર્ચ સુધીમાં અમલીકરણ માટેનો સમય આપવામાં આવ્યો હતો. તેમજ જો તે બાબતોનું અમલીકરણ નહીં થાય તો પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે




