BHARUCHBHARUCH CITY / TALUKO

સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાની અધ્યક્ષતામાં ‘જે.પી.કોલેજ ભરૂચ ખાતે સ્વચ્છ ભારત દિવસ’ ઉજવાયો

સમીર પટેલ, ભરૂચ


*સ્વચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બજાવવો જરૂરી -સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા
***
લોકોને પોતાના ગામ, શહેર અને ફળિયાને સ્વચ્છ રાખી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થવાનો અનુરોધ કરતા સાંસદશ્રી
***
સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજીત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા
**
દિલ્હીથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદબોધનમાં વર્ચ્યુઅલી જોડાતા મહાનુભાવો અને ભરૂચવાસીશ્રીઓ*

**

ભરૂચઃ બુધવાર- ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણના સંયુકત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ હેઠળ જિલ્લા, તાલુકા, શહેરી અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે જિલ્લા વહીવટી તંત્ર- ભરૂચ ધ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નો કાર્યક્રમ ઓડીટોરીયમ હોલ, જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ ખાતે સાંસદશ્રી મનસુખભાઇ વસાવા અને જિલ્લા પંચાયત, ભરૂચના પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદિયાના મુખ્ય અતિથિસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ કંપાઉન્ડ ખાતે ઉપસ્થિત મહાનુભાવો સ્વચ્છતા હી સેવા અંતગર્ત શ્રમદાન કર્યુ હતું.

આ વેળાએ, સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સમાહર્તાશ્રી એ પ્રાંસગિક ઉદબોધન કર્યુ હતું. કલેકટરશ્રીએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં થઈ રહેલી સ્વચ્છતાની કામગીરીની રૂપરેખા પૂરી પાડી તાલુકા તેમજ ગ્રામ્ય લેવલે વિવિધ સ્પર્ધાઓના આયોજન અને મેડિકલ કેમ્પની કામગીરીની માહિતી આપી હતી. તેમણે સ્વચ્છતાની નેમ વ્યક્ત કરતાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.
આ તકે, ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાએ સ્વચ્છતા પર ભાર મુકતા પૂ.ગાંધીજીના વિચારોથી વરેલી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતેના અભ્યાસકાળના અનુભવો આ તકે વાગોળ્યા હતાં. સ્વચ્છતા એટલે ગાંધીજી, સ્વચ્છતાના મંત્ર પર પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મદિને આપણે અનેક કાર્યક્રમો યોજી રહ્યા છે. જેને ભારત સરકાર અને રાજ્ય સરકારે સ્વચ્છતાનો કાર્યક્રમ નિરંતર ચાલું રાખ્યો છે.
સાંસદશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગાંધીજી હંમેશા સ્વચ્છતાના આગ્રહી રહ્યાં હતા. પોતાના જીવન દ્રારા સ્વચ્છતાના અંગેના પાઠ સાચા અર્થમાં સાર્થક કર્યાં છે. આ સ્વચ્છતાની મુહિમને આપણા પ્રધાનમંત્રીશ્રી નરેદ્રભાઇ મોદીએ નિરંતર પ્રયાસરત કરી છે, સ્વચ્છતાના આગ્રહી મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું છે. શ્રમદાનના મહાકાર્યમાં આપણે બધાં સહભાગી થયાં એ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેન છે. અને આ શ્રમદાન થકી સ્વચ્છતાનો સંદેશ સમાજને આપણે સૌએ આપવાનો છે. સ્વચ્છતાનું મહત્વ પાછલા ૧૦ વર્ષમાં સાચા અર્થમાં સમજાવ્યું છે. આ સાથે તેમણે વ્યકિત વિકાસ અને આંતરિક સ્વચ્છતા પણ ભાર મૂક્યો છે સ્વચ્છતા અભિયાન આપણા સમાજ સાથે સંકળાયેલો મુદ્દો છે. આપણા શાસ્ત્રોએ પણ વ્યક્તિના જીવનમાં સ્વચ્છતા પર ભાર મુકતા કહ્યું છે કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
વધુમાં સાંસદશ્રીએ હંમેશા સ્વચ્છ આગ્રહી બનવાની નેમ આપણે સૌ લેવી પડશે. આપણા ગલ્લી મહોલ્લામાં ફક્ત સફાઈકર્મીઓ જ સફાઈ કરે એ જરૂરી છે. આપણી નૈતિક ફરજ સમજી આપણે સૌએ આ પવિત્ર ફરજ અદા જ કરવી પડશે. દેશનો નાગરિક સ્વચ્છતાનું મહત્વ સમજે એ ખૂબ જરૂર છે ત્યારે સ્વચ્છ ભારત, સમૃદ્ધ ભારત બનાવવા આ તમામ અભિયાનમા સહભાગી થવું પડશે. રોગમુક્ત થવું, સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા ગામ, શહેર અને આપણો દેશ સ્વચ્છ બનશે. અને સ્વચ્છ ભારત બનશે.
સ્વચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બજાવવો જરૂરી છે. તેમ જણાવી સાંસદશ્રીએ દરેક નાગરિકને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને પોતાના ગામ, શહેર અને ફળિયાને સ્વચ્છ રાખી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ તકે, ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી એ શહેરને સુઘડ અને સ્વચ્છ બનાવી નિરામય બનાવવા માટે સૌ નાગરિકોને અપીલ કરી હતી. જિલ્લા પંચાયતનાપ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદિયાએ જણાવ્યું હતું કે, મારુ ભારત સ્વચ્છ હશે તો દરેક નાગરિક સ્વસ્થ રહેશે. જેમ આપણે ઘરની અંદર સ્વચ્છતા રાખીએ છીએ તેમ બહાર પણ પ્લાસ્ટિક કે અન્ય કચરો ફેલાવો ના જોઈએ અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવું જોઈએ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફાઇ કર્મીઓનું સન્માન પણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં CTU cleanness target unit ભરૂચ જિલ્લાના ત્રણ ગામોને સ્વછતા હિ સેવા અંતર્ગત અંકલેશ્વર – સુરવાડી, વાગરા – અરગામ, આમોદ – કેરવાડા ગામના સરપંચશ્રીઓને સ્વચ્છતા દિવસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

આ તબક્કે, દિલ્હીથી ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદબોધનમાં ભરૂચથી સાંસદશ્રી, મહાનુભાવો અને નગરજનોએ વચ્યુઅલી જોડાયા હતા.

વધુમાં,સ્વચ્છ ભારત દિવસની ભરૂચ જિલ્લાના તાલુકા કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ પણ ઉજવણી સાથે શ્રમદાન કરી ભરૂચને સ્વચ્છ બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.

સ્વચ્છ ભારત દિવસની ભરૂચ જિલ્લાના સમગ્ર તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી અને શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી, ઇશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિભૂતિબેન યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેકટર શ્રી એન. આર. ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકાબેન પટેલ, જિલ્લા આગેવાન શ્રી મારૂતિસિંહ અટોદરીયા, જીલ્લા તેમજ તાલુકાના પદાધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીગણ, સરપંચો, નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!