બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૦૪/૦૨/૨૦૨૫
તારીખ ૧ અને ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ગુલમર, કાશ્મીરમાં યોજાયેલી 11મી આઇસસ્ટૉક સ્પોર્ટ્સ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.
આ સ્પર્ધામાં કુલ ૨૦ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકાના થવા ગામના તન્મય વસાવાએ ઉત્તમ રમતના પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો અને ગુજરાત રાજ્ય તેમજ તેમના ગામનું ગૌરવ વધાર્યું.
તેમની આ સિદ્ધિ બદલ એસોસિયેશનની સેક્રેટરી રંજનબેન વસાવાએ તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી અને ભવિષ્ય માટે વધુ સફળતાની શુભેરછાઓ પાઠવી.