BHARUCH
નેત્રંગ તાલુકા પંચાયતનું ૬૨.૪૫ કરોડનું વાર્ષિક બજેટ ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને સર્વાનુંમત્તે મંજુર..
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ભાજપ શાસિત પેનલનું અંતિમ બજેટ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૧/૦૩/૨૦૨૫
નેત્રંગ તાલુકા પંચાયતના કચેરીના સભાખંડમાં ઝઘડીયાના વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ સુધારેલું અને ૨૦૨૫-૨૬ નું ૬૨.૪૫ કરોડનું વાર્ષિક બજેટને તાલુકા પંચાયતના તમામ સભ્યોએ સર્વાનુંમત્તે મંજુરી આપવામાં આવી હતી. જેમાં ૧૫% વિવેકાધીન,એટીવીટી,ધારાસભ્ય ગ્રાન્ટ અને ગુજરાત યોજના થકી નેત્રંગ તાલુકાના ૭૮ ગામોમાં વિવિધ વિકાસના કામોને આવરી લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ તેમજ તાલુકા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યાં
હતા.