વાલિયાની ગોદરેજ કંપનીએ કાનેરાવ ગામના તળાવમાં કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડ્યું હોવાની રજૂઆતને પગલે ભરૂચ જિલ્લા સાંસદે સ્થળ નિરીક્ષણ કર્યું.
અંકલેશ્વર જીપીસીબીએ તેમની ટીમ દ્વારા કંપની તેમજ તળાવના સેમ્પલ લઈ કરી કાર્યવાહી .
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૦/૧૧/૨૦૨૪
વાલિયાના કનેરાવ ગામે આવેલ ગોદરેજ કંપની દ્વારા કેમીકલ યુકત પાણી જાહેરમાં છોડી દેવામા આવતા કેમીકયુકત પાણી સિંચાઇના પાણીમાં ભળી જતાં કનેરાવ, કરસાડ , પણસોલી, ફડકોઈ અને આજુબાજુના ગામોની જમીનમાં દૂષિત પાણી ફેલાય જતા બગાડ થતાં ખેતીને પણ નુકશાન થયું છે. આ પ્રદૂષિત પાણી ક્નેરાવના તળાવમાં છોડવામાં આવતા તેમાંથી આજુબાજુના ગામના ઢોર અને અન્ય પશુધન આ દૂષિત પાણી પીએ તો પશુલકોના જાનમાલનું નુકસાન થવાની ભીતી છે. કેમિકલ યુક્ત પાણીના કારણે ચામડીના રોગો,રોગચાળો અને બીમારી ફેલાવવાની શક્યતાઓ છે .આ બાબતે કિસાન સંઘના સુધીર અટોદરીયાએ ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને જીપીસીબી આર.ઓ અંકલેશ્વર વિજય રાખોલીયાને લેખિત ફરિયાદ કરી હતી.
કંપની દ્વારા સરકારના નીતિ નિયમોની અવહેલના કરતાં માનવ અને પશુઓની તંદુરસ્તી અને આરોગ્યને હાની પહોંચે અને આવું કેમીકલ યુકત પાણી જમીનમાં ઉતરતા ભુગર્ભ જળ પર ગંભીર દુરોગામી અસર થવાની શક્યતાઓ રહેલી છે.આવી રીતે અગાઉ પણ ઘણી વખત કંપનીએ ગેરકાયદેસર રીતે દૂષિત પાણી વરસાદની આડમાં છોડી દીધેલ છે કોઈને કંઈ થાય તો આના માટે જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠ્યો છે.આવી રીતે બેજવાબદારી પુર્વક કેમીકલ યુકત પાણી છોડી જળ અને જમીનનું પ્રદુષણ ફેલાવનાર ગોદરેજ કંપની વાલિયા સામે જીપીસીબી યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી જવાબદારોને સજા કરે નહિ તો કીસાન સંઘ સ્થાનિક જનતા જનાર્દનના હક્ક અને અધિકાર માટે કાયદેસર આંદોલન કરશે અને ગોદરેજ કંપની વિરુદ્ધ જમીન અને પાણીમાં પ્રદુષણ ફેલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે .
બોક્સ :-
વાલિયા તાલુકાના કનેરાવ ગામ ખાતે આવેલ ગોદરેજ કંપનીમાં કનેરાવ, પણસોલી અને આસપાસના ગામોના સિંચાઈના પાણીમાં કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડતા પાકોને નુકશાનની ફરિયાદ મળતા તળાવ ઉપર આજુબાજુના ગામના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો અને લોકો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ત્વરિત પગલાં લેવા સંબંધિત અધિકારીઓને સૂચના કરવામાં આવશે.
મનસુખ વસાવા,સાંસદ ભરૂચ