જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ શકિતનાથ વિસ્તારમાં બનેલ આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયેલા ઝૂંપડાવાસીઓને વહારે આવ્યું. બ્લેંકેટ, કપડાં, અનાજની કીટ, વાસણો સહિતની મદદ કરી માનવતા મહેકાવી.
સમીર પટેલ, ભરૂચ
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા એક કદમ માનવતા કી ઔર ને ફરી એક વાર સાર્થક કરી બતાવ્યું છે. અને જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવા હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા ગત તા.22.2.25 ના રોજ શકિતનાથ વિસ્તારમાં આવેલ સરકારી ક્વાટર પાસેના ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં ઝૂંપડાઓ સાથે ઘરવખરીનો સામાન પણ બળી ને ખાખ થઈ ગયો હતો. ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે સેવાભાવી સંસ્થા જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ વહારે આવી અને પહેલા દિવસ થી જ બ્લેંકેટ, કપડાં, અને દરેક ઘર દીઠ ૭ દિવસ ચાલે એટલા અનાજની કીટ આપવામાં આવી હતી. સાથે દાતાઓ તરફ થી મળેલા વાસણો સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત તમામ સભ્યો કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ તમામ દાતાઓ અને ટીમ મેમ્બરનો આભાર વ્યક્ત કર્યો હતો.