બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
નેત્રંગ નગરના ગાંધીબજાર વિસ્તારમાં રહેતા અને હાલ ચાર રસ્તા ખાતે આવેલ જંગ્ગનાથ કોમ્પ્લેક્ષ ખાતે રહેતા વેપારી એવા જયંતીભાઈ હિંમતલાલ ગાંધી જેવો ને સંતાનમાં માત્ર ત્રણ પુત્રીઓ મોનાલી,વંદના,કિષ્ના હોય, જયંતીભાઈ છેલ્લા કેટલાક સમય થી બીમાર રહેતા હતા, જેવોનું ગઇ કાલે તા.૨૨ ના રોજ સાંજના સમય દુ:ખદ અવસાન થતા આજે સવારે તેમની અંતિમ યાત્રા નિકળી હતી. કેલ્વીકુવા ગામે આવેલ સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.આ પસંગે જયંતીભાઈ ગાંધીની ત્રણે પુત્રીઓ એ પોતાના પિતરાઇભાઈ મયુર જયનારાયણભાઈ ગાંધી સાથે પિતાના પાથિઁવદેહને મુખાગ્નિન આપી પુત્રની ગરજ ત્રણે પુત્રીઓએ સારી હ
તી.