BHARUCHJHAGADIYA

ઝઘડિયાથી જીઆઇડીસી જતો માર્ગ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો 

ઝઘડિયાથી જીઆઇડીસી જતો માર્ગ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો

 

ઝઘડિયાથી જીઆઇડીસી વચ્ચે સેલોદ ગામ નો બ્રિજ નબળો હોય ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરાયો

 

ઝઘડિયા થી ઝઘડિયા જીઆઇડીસી આશરે ૮ કિલોમીટર દૂર છે, ઝઘડિયા થી વાલીયા જવાના મુખ્ય માર્ગ પર ઝઘડિયા જીઆઇડીસી વિસ્તાર પામેલ છે, જેથી ઝઘડિયાથી જીઆઇડીસી જવા માટે વાલીયા વાળો રસ્તો મુખ્ય છે, ઝઘડિયાથી જીઆઇડીસી વચ્ચે સેલોદ ગામ પાસે એક બ્રિજ આવેલ છે આ બ્રિજ નબળી હાલતમાં હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝઘડિયાથી ઝઘડિયા જીઆઇડીસી જવા માટે ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે સેલોદ આગળ બ્રિજ નબળો હોવાથી બ્રિજ બંધ કરેલ છે જેના કારણે વાલીયા જતા ભારે વાહનો ઝઘડિયા બોરોસીલ કંપનીથી કપલસાડી ફૂલવાડી વાયા જીઆઇડીસી ઝઘડિયા તરફ થઈ વાલીયા જઈ શકે છે તેમ જણાવ્યું હતું, આ માર્ગ ભારે વાહનો માટે બંધ કરવાના કારણે રાજપીપળા તરફથી અથવા ઝઘડિયા ના ક્વોરી વિસ્તારમાંથી ખનીજ લઈ જીઆઇડીસી જતા માલવાહક વાહનોએ ઝઘડિયા વાલિયા ચોકડી થી બોરોસીલ કંપનીથી કપલસાડી ફૂલવાડી થઈ જીઆઇડીસી જવામાં લગભગ ૩ કિલોમીટર થી વધુનો ફેરવો ફરવો પડશે

Back to top button
error: Content is protected !!