બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
તા. ૨૭ માર્ચ, ૨૦૨૫ રવિવારના રોજ માંગરોળ તાલુકાની સાયન્સ અને કોમર્સ કોલેજ તરસાડી, કોસંબા ખાતે ઓએનજીસી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, રોટરી ક્લબ ઓફ ખરચ કોસંબા અને શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગ થી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને નિશુલ્ક ઓપરેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસ ના ગામો જેમકે હાંસોટ તાલુકાના ગામડા, કુંવારદા, કાટવાડા ,મહુવેજ, હથૂરણ જેવા નજીકના અન્ય વિસ્તારો માંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આજના આપના જીવનશૈલીમાં આરોગ્ય પ્રત્યેની લાપરવાહી યોગ્ય આહાર અને માનસિક તણાવના લીધે અનેક રોગો વધતાં જાય છે તેમજ આજના મોંઘવારી ભર્યા સમયમાં બધાને સારું તેમજ ગામડાના છેવાડાના લોકો ને પણ સારું આરોગ્ય તેમજ નિદાન પ્રદાન થાય તે હેતુપૂર્વક આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હાડકાના ડોક્ટર, જનરલ ફિઝીસિયન,જનરલ સર્જન, બાળકના ડોક્ટર, ચામડીના ડૉક્ટર, કાન-નાક-ગળા ના ડોક્ટર,પ્લાસ્ટિક સર્જન, દાતના ડોકટર, હ્રદયના ડોક્ટર, મગજના ડોકટર, કેન્સર રોગના ડોક્ટર હાજર રહી તમામ દર્દીઓની મફતમાં નિદાન, સારવાર કરી મફતમાં દવાઓ આપવામાં આવી હતી, તેમજ બ્લડ પ્રેશર, સુગર તપાસ કરી એક્સ રે, ECG પણ કેમ્પના સ્થાને જ કરવામાં આવ્યું હતું. તેમજ જે દર્દીઓ નોંધાયેલ છે તેમને ઓપરેશન પણ મફતમાં કરવામાં આવશે. તમામ આવનાર દર્દીઓ માટે ફૂડ પેકેટ અને પાણી ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ શિબિરમાં માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, અંકલેશ્વર- હાંસોટ મતવિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ઓએનજીસી વતી એમ.જી.મહેતા CGM, અજયકુમાર એક્કા GM(HR), ઇન્સ્ટોલેશન મેનેજર ચંદ્રેશ પાલનપુરીઆ, નિતેશ પાટીલ HR એક્ઝિક્યુટિવ, પ્રશાંત શર્મા શિફ્ટ ઈનચાર્જ એસ.પી.સિંઘ સિનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ જુનિયર અસાઇનમેન્ટ ધીરેન્દ્ર મોદી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ના પ્રેસિડેન્ટ સુનિલ નેવે, સેક્રેટરી વલકેશ પટેલ તેમના કાર્યકર્તાઓ તથા રોટરી ક્લબ ઓફ ખરચ કોસંબા ના રોટરી મેમ્બર્સ તથા અશોક પંજવાની,સેક્રેટરી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેંટ સોસાયટી તથા હોસ્પિટલના સમિતિ સભ્ય હિતેનભાઈ આનંદપુરા, તેમજ નિષ્ણાત ડોકટરો, મેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.