ઝઘડિયા તાલુકાના રાજપારડી ના શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા
સગીરાને શાળાના સમય બાદ દાખલા શીખવાડવા ના બહાને તેના ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા
ઝઘડિયા તાલુકામાં અવારનવાર વિદ્યાર્થીનીઓ સાથે છેડતીના તથા શારીરિક અડપલા ની ઘટનાઓ બનતી રહે છે! કેટલાક કિસ્સાઓમાં ભોગ બનનાર જાગૃત યુવતીઓ તથા તેમના વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં મામલો દબાઈ જવા પામતો હોય છે! હાલમાં જ રાજપારડી ગામના એક શિક્ષકે સગીર વયની વિદ્યાર્થીનીને દાખલા શીખવાના બહાને તેના ઘરે બોલાવી શરીર ઉપર, છાતીના ઉપર, પેટના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાય છે, ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેના ભાલોદ રોડ, રાજપારડી ખાતે રહેતા સાજીદ હુસેન વાઝા નામનો ઈસમ રાજપારડીની એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, સાજીદ વાઝા નામના આ શિક્ષકના હાથ નીચે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી સગીર વયની બાળકીને તેણે દાખલા શીખવાના બહાને તેના ઘરે બોલાવી હતી, દાખલા શીખવા ના બહાને તેને ઘરે એકલી બેસાડી રાખી તેના શરીર ઉપર, છાતી ઉપર, પેટ ઉપર તથા પાછળના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હતા તેમજ સગીરાના માતા-પિતાને ગમે તેમ માં બેન સમાણી ગાળો બોલી ગાલ પર બે તમાચા માર્યો હતા, આ ઘટના સંદર્ભે ભોગ બનનાર સગીરાના માતા પિતાએ નજીકના પોલીસ મથકમાં સાજીદ હુસેન વાઝા નામના ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.