BHARUCHJHAGADIYA

ઝઘડિયાના પ્રા.શા.પીપરીપાન ખાતે 1 થી 5 ધોરણ માટે માત્ર એક શિક્ષક હોય જેને લઈને વાલીઓ અને ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી ઝઘડિયા ને આવેદનપત્ર પાઠવ્યું

ઝઘડિયાના પ્રા.શા.પીપરીપાન ખાતે 1 થી 5 ધોરણ માટે માત્ર એક શિક્ષક હોય જેને લઈને વાલીઓ અને ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી ઝઘડિયા ને આવેદનપત્ર પાઠવ્યું

 

ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગૃપ ગ્રામ પંચાયત માં આવતું પીપરીપાન ગામ પ્રાથમિક શાળામાં ૧ થી ૫ ધોરણ સુધી અભ્યાસક્રમ હોય અને જેના અભ્યાસ અર્થે માત્ર હાલ એક જ શિક્ષક હોય અને જેના લીધે બાળકોના અભ્યાસ પર માઠી અસર પહોંચી રહી છે તે બાબતે આજરોજ વાલીઓ અને ગ્રામજનો દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે બે વર્ષ અગાઉ પીપરીપાન પ્રા.શાળામા ૧ થી ૫ ધોરણ માટે બે શિક્ષક દ્વારા અભ્યાસક્રમ સંભાળવામાં આવતો હતો પરંતુ પ્રાથમિક શાળના મુ.શિ દેવલજીભાઈ છોટુભાઈ વસાવા નું અવસાન થતાં ત્યારબાદ એક શિક્ષક જ દ્વારા ૧ થી ૫ ધોરણ અભ્યાસક્રમ સંભાળી રહ્યા છે અને ઘટતા શિક્ષકની જગ્યા પુરવામાં આવી નથી જેના લીધે બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે તેમજ ભવિષ્ય જોખમમાં મુકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે વાલીઓ અને ગ્રામજનો દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર ને પણ વારંવાર રજૂઆત કરી છે પરંતુ આજદિન સુધી શિક્ષકની નિમણૂક નથી કરવામાં આવી, જેથી વાલીઓ અને ગ્રામજનો દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે બાળકોના ભવિષ્ય જોખમમાં મૂકાય નહીં અને બાળકોના ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને શિક્ષક નિમણૂક કરવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે

 

ઈરફાન ખત્રી

Back to top button
error: Content is protected !!