
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નેત્રંગ ખાતે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના જે.એમ.એફ.સી. એચ.આર.ખમલ તથા નેત્રંગ મામલતદાર કલ્પેશ બી.ગળિયા (GAS) દ્વારા પ્રકૃતિના સંવર્ધન કાજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ગ્રીન તથા ક્લીન પર્યાવરણ બનાવવાનો સંકલ્પ લેવાયો હતો. આ તબ્બકે સામાજિક સામાજિક વનીકરણ વિભાગ વાલિયાના આર.એફ.ઓ આર.એસ.વસાવા, નેત્રંગ વકીલ બાર એસોસિએશનના પ્રમુખ તેજસ ગાંધી તેમજ ટીમ વકીલમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


