નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખની બિન હરીફ વરણી
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૩/૦૯/૨૦૨૩
નેત્રંગ તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ માટે આજે ભાજપના મેન્ડેટ પ્રમાણે પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જાહેરાત કરાઈ હતી. નેત્રંગ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
નેત્રંગ તાલુકામાં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતાની અઢી વર્ષની ટર્મ પુરી થતા નવા પદાધિકારીઓ માટે ભાજપ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
પ્રદેશ નિરીક્ષકો દ્વારા બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાયા બાદ આજે પ્રદેશમાંથી આવેલા મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ખોલ્યા હતા.
નેત્રંગ તાલુકા પંચાયત માટે મેન્ડેટ આધારે આગામી અઢી વર્ષની ટર્મ માટે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે વસુધાબેન વસાવા અને નિતેષ પરમારની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ હતી. જેને સૌકોઈએ વધાવી લઈ અભિનંદન પાઠવી આવકારી હતા.