બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના કૃષિ વૈજ્ઞાનિકો,કેવીકેના કૃષિ વૈજ્ઞાનિકો, વન અધિકારી, સરપંચ ,શિક્ષક ગણ, તલાટી, ગ્રામસેવક, વગેરેની ઉપસ્થિતિમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સર્વે અધિકારી, ખેડૂત મિત્રો દ્વારા પર્યાવરણનું રક્ષણ અને વૃક્ષોનું જતન કરવા આગેનો અમલ કરી અન્ય લોકોમાં પણ પ્રચાર –પ્રસાર કરી જાગૃતતા ફેલાવવા માટેના સપથ લીધા હતા, ખેતીમાં આધુનિક ટેકનોલોજી સાથે દેશી ગાય આધારિત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતીના દરેક આયામોના ઉપયોગથી ખેતી કરવામાં આવે તો જમીનનું આરોગ્ય પણ સારું રહેશે અને પર્યાવરણમાં પણ સુધારો જોવા મળશે અને પ્રદૂષણ,ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ સામે રક્ષણ મેળવી શકાશે .
આ કાર્યક્રમમાં ભરૂચમાં સ્થિત, સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ICAR)ના ડાયરેક્ટર ડૉ,અનિલ ચીંચમાલતપુરે, વૈજ્ઞાનિક મોનિકા સુકલા, એમ.એલ.પટેલ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા એમ.એમ.પટેલ, ડૉ. લલીત એમ. પાટિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.