BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચની શ્રી કે જે પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં સેમિસ્ટર-2 માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીને કોલેજની મિડ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો

સમીર પટેલ, ભરૂચ
ભરુચની કે જે પોલિટેકનિક કોલેજનો વિવાદ સામે આવ્યો છે જેમાં ઇલેક્ટ્રીક વિભાગમાં સેમેસ્ટર ટુ માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થી માંથી 107 વિદ્યાર્થીને કોલેજની મિડ પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોલેજ તરફથી હાજરીનું કારણ આપવામાં આવી રહ્યું છે પરંતુ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીનું કોઈપણ પ્રકારનું હાજરીનું પત્રક જાહેર કરવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હાજરી વિષયમાં વોર્નિંગ આપ્યા વગર જ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજરોજ કોલેજના સંચાલકોને વિદ્યાર્થી આગેવાન યોગી પટેલની આગેવાનીમાં રજુઆત કરવામાં આવી હતી.

આ અંગે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રીક વિભાગના આવા વલણના કારણે દર વર્ષે લગભગ 60 થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે. આજ વર્ષે પ્રથમ સેમીસ્ટર માં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જે હવે બીજા સેમીસ્ટરમાં 180 વિદ્યાર્થી જ રહ્યા છે. 56 વિધાથૅીઓએ કોલેજ અભ્યાસ છોડી દિધી છે.

આ અંગે કોલેજના પ્રોફેસર એસ.એમ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીટીયુના નિયમના આધારે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા ભવિષ્યમાં હાજરી અંગે તેઓએ કાળજી રાખવાની બાંહેધરી આપતા હવે તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.

 

Back to top button
error: Content is protected !!