BHAVNAGARPALITANA

પાલીતાણા માં એક દિવસ મેડિકલ સ્ટોર્સ એસોસિયેશન દ્વારા બંધ પાળ્યું

પાલીતાણા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી ઈ ફાર્મસી બંધ કરાવવા અને ઓનલાઈન દવા વેચાણ પર નિયંત્રણ લાવવા ની માંગ કરાઈ

જીશાન ખૂંટ

ઓલ ઈન્ડિયા ઓગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્રસ એન્ડ ટ્રીસ્ટ્રસ દ્વારા દવાઓનું ઓનલાઈન વેચાણ બંધ કરાવવા કોપોરેટ્રસ દ્વારા અતાર્કિક ડીસકાઉન્ટ રોકવા તેમજ નકલી દવાઓનાં પ્રવેશ અને જી એસ આર ૨૨૦(ઈ) પાછી ખેંચવાની માગણી સાથે રાષ્ટ્રીયાપી દવા ડીલરોએ હડતાલ ની જાહેરાત કરી હતી આ હડતાલના પગલે પાલીતાણા કેમિસ્ટ એસોસિયેશન દ્વારા હોલસેલ તથા રિટેલ દવાના વિક્રેતા દ્વારા સમર્થન મા એક દિવસ પોતાના મેડિકલ સ્ટોર્સ બંધ પાળવામાં આવ્યા હતા જ્યારે કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલ માં આવેલા મેડિકલ સ્ટોર્સ અને પ્રધાનમંત્રી જન ઓષોધલાય સેનટરો ખુલ્લા રહ્યા પાલીતાણા ના કુલ ૫૫ જેટલા મેડિકલ સ્ટોર્સ એ આખો દીવસ બંધ પાળ્યું હતું અને બપોર બાદ પાલીતાણા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી કે હાલના સમયમાં ઓનલાઈન દવાના વેચાણને ગેરકાયદેસર ગણી નકલી અથવા ચકાસણી ન કરી શકાય તેવા પ્રિસ્ક્રેશનો અને નકલી દવાઓનું પરિભ્રમણ , સમગ્ર આરોગ્ય સંભાળ વ્યવસ્થા માટે ગંભીર ચિન્તા નો વિષય બન્યો હોય ત્યારે આ બાબતે યોગ્ય કરવા આવે એવી માંગ કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!