BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO
ભાવનગરમાં હેલ્મેટ મુદ્દે વિવાદ મનપા કર્મચારી-પોલીસ વચ્ચે હોબાળો

42°C ગરમીમાં પણ હેલ્મેટ ફરજિયાત નહીં પહેરો તો ₹500 દંS ભારે ગરમી વચ્ચે માર્ગ સલામતી માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયો છે. આજથી સરકારી કર્મચારીઓ માટે ખાસ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જ્યારે એક મહિના બાદ આ નિયમ સામાન્ય જનતા માટે પણ લાગુ પડશે.
આ દરમિયાન ભાવનગરમાં હેલ્મેટ મુદ્દે વિવાદ સર્જાયો હતો, જ્યાં મનપા કર્મચારી અને ટ્રાફિક પોલીસ વચ્ચે હોબાળો થયો હતો. ઘટનામાં પોલીસ પર મોઢા પર મારવાનો આક્ષેપ પણ થયો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નિયમના ઉલ્લંઘન બદલ ₹500નો દંડ વસૂલવામાં આવશે.
રિપોર્ટ જીશાન ખૂંટ






