ઇકો કારમાં ચોર ખાનું બનાવી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની મુદ્દામાલની હેર-ફેર કરતાં ઇસમની ધરપકડ

ઇકો કારમાં ચોર ખાનું બનાવી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ-૫૭૬ કિ.રૂ.૧,૦૩,૬૮૦/- સહિત કુલ રૂ.૩,૨૮,૬૮૦/- ના મુદ્દામાલની હેર-ફેર કરતાં ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી પી.સી.શીંગરખીયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર તથા પી.ડી.ઝાલા તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતાં વિદેશી દારૂની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૭/૦૫/૨૦૨૬ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, સમીરભાઇ સલીમભાઇ કલાણીયા રહે.ઘાંચીવાડ, પાલીતાણા રોડ, ગારીયાધાર, ભાવનગરવાળો સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઇકો ફોર વ્હીલ રજી.નં. GJ-38-BA-6313માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ શિહોર તરફથી પાલીતાણા તરફ આવે છે. જે બાતમી આધારે શિહોર રેલવે ફાટકથી આગળ પઢીયાર ફર્નીચરની સામે જાહેર રોડ ઉપર વોચમાં રહેતાં નીચે મુજબની ઇકો કારમાં પાછળના ભાગે બમ્પરની નીચે બનાવેલ ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ફોર સેલ ઇન મધ્ય પ્રદેશ ઓન્લી લખેલ પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલો મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ ભાવનગર, સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઓઃ-
સમીરભાઇ સલીમભાઇ કલાણીયા ઉ.વ.૨૧ ધંધો-ડ્રાયવીંગ રહે.ઘાંચીવાડ,પાલીતાણા રોડ, ગારીયાધાર, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1) લંડન પ્રાઇડ ઓરેંઝ ફલેવર્ડ વોડકા ૧૮૦ ML બોટલ નંગ-૫૭૬ કિ.રૂ.૧,૦૩,૬૮૦/-
2) મારૂતી સુઝુકી કંપનીની ઇકો કાર રજી.નંબર-GJ-38-BA-6313 કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
3) એપલ કંપનીનો ૧૪ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૧૫,૦૦૦/-
4) વીવો કંપનીનો વી ૭૦ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-
5) આધાર કાર્ડ કિ.રૂ.૦૦/-તથા એ.ટી.એમ. કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૩,૨૮,૬૮૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી પી.સી.શીંગરખીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના જગદિશભાઇ સાંગા, જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઇ ચાવડા, રાજુભાઇ વાઘેલા, નિલેશભાઇ જોશી, પ્રજ્ઞેશભાઇ પંડયા





