BHAVNAGARPALITANA

પાલીતાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રેસ સ્વતંત્ર દિવસ ની અનોખી ઉજવણી કરી

પ્રદેશ મંત્રી આર બી રાઠોડ અને પાલીતાણા પ્રમુખ અબ્બાસ વોરા ઉપસ્થિત રહ્યા

૩ મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાલીતાણા મા પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ની ટીમ દ્વારા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસે પાલીતાણા માં આવેલ સર માનસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓ તેમજ સિતાબા પ્રસ્તુતિગ્રુહ અને વુધ્ધાશ્રમ ખાતે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં સર માનસિંહજી હોસ્પિટલ ના અધિક્ષક ડો મનોજકુમાર કપુર. ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના મંત્રી આર બી રાઠોડ, પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ અબ્બાસભાઈ વોરા, પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ના આઈ ટી સેલ ના પ્રમુખ જીશાનભાઈ ખૂંટ, મહામંત્રી આરીફભાઈ શેખ, નીતીનભાઈ પરમાર, સલીમભાઈ સૈયદ સહિત ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડો મનોજકુમાર કપુર દ્વારા પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ની ટીમનો શાબ્દીક આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ જીશાન ખુંટ

Back to top button
error: Content is protected !!