BHAVNAGARPALITANA

પાલીતાણાની પવિત્ર ભૂમિ પર માનવ સેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ‘વૈદ્યરાજ સેવા ફાઉન્ડેશન’નું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

પાલીતાણાની પવિત્ર ભૂમિ પર માનવ સેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ‘વૈદ્યરાજ સેવા ફાઉન્ડેશન’નું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

અષ્ટપ્રભાવક આચાર્ય શ્રી નરેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ‘નવલ’ના આશીર્વાદ श्री જિનેન્દ્રપ્રભસૂરીશ્વરજીની દિવ્ય પ્રેરણાથી આ સંસ્થા કાર્યરત થઈ છે. સંસ્થાનો પાયો “સેવા પરમો ધર્મ:” ના સિદ્ધાંત પર રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત સમાજના છેવાડાના માનવી સુધી આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ પહોંચાડવાનું આયોજન છે. આ સંસ્થા મુખ્યત્વે ચાર સ્તંભો – યોગ, ઔષધિ, શિક્ષણ અને ચિકિત્સા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આચાર્ય શ્રી નરેન્દ્રસૂરીશ્વરજીની વિચારધારા મુજબ, પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદને પ્રાધાન્ય આપીને લોકોને શુદ્ધ અને મિલાવટ મુક્ત

આહાર અને ઔષધ પ્રત્યે જાગૃત કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત પાલીતાણામાં અત્યાધુનિક તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સંસ્થા દ્વારા એક વિશિષ્ટ મેમ્બરશિપ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. આ મેમ્બરશિપ કાર્ડ ધરાવનાર દર્દીઓને તમામ પ્રકારના પેથોલોજી રિપોર્ટ્સ સંપૂર્ણપણે મફત કરી આપવામાં આવશે. આ ઉપરાંત, મોંઘી દવાઓના ખર્ચમાં રાહત આપવા માટે ૫૦% થી ૭૦% સુધીનું વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. સ્વાસ્થ્યની સાથે સાથે આગામી પેઢીના ઘડતર માટે શિક્ષણ ક્ષેત્રે પણ સંસ્થા મહત્વનું

યોગદાન આપશે. આચાર્ય श्री નરેન્દ્રસૂરીશ્વરજીના ‘નવલ’ સંદેશને જન-જન સુધી પહોંચાડી એક સશક્ત અને સંસ્કારવાન રાષ્ટ્રનું નિર્માણ કરવાનો સંસ્થાનો સંકલ્પ છે. આ સેવા પ્રવૃત્તિમાં કોઈ પણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના માત્ર માનવતાને જ કેન્દ્રમાં રાખવામાં આવશે. ગુરુદેવના આશીર્વાદ અને કરુણાના ભાવ સાથે શરૂ થયેલું આ સેવાકીય અભિયાન પાલીતાણાના ગરીબ અને અસહાય લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવો વિશ્વાસ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

પાલીતાણામાં આચાર્ય શ્રી નરેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી ‘વૈદ્યરાજ સેવા ફાઉન્ડેશન’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને નિઃશુલ્ક યોગ, શિક્ષણ અને ચિકિત્સા પૂરી પાડવામાં આવશે. મેમ્બરશિપ કાર્ડ ધારકોને તમામ પેથોલોજી રિપોર્ટ ફ્રી અને દવાઓમાં ૭૦% સુધી રાહત મળશે.

અહેવાલ જીશાન ખૂંટ

Back to top button
error: Content is protected !!