BHILODAGUJARAT

ભિલોડા : ધોલવાણી ત્રણ રસ્તા મીરાં હોસ્પીટલની પાછળ, છાપરાંમાં વન્યપ્રાણી ઘો નું મારણ કરનાર શક્સો ઝડપાયા 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભિલોડા : ધોલવાણી ત્રણ રસ્તા મીરાં હોસ્પીટલની પાછળ, છાપરાંમાં વન્યપ્રાણી ઘો નું મારણ કરનાર શક્સો ઝડપાયા

પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી,ભિલોડાના કાર્યક્ષેત્રમાં ધોલવાણી ત્રણ રસ્તા મીરાં હોસ્પીટલની પાછળ છાપરાંમાં રહેતા શ્રી મુકેશભાઈ નટવરનાથ કનિપા (વાદી) તા.૨૪/૦૬/૨૦૨૫ના રોજ બાતમીના આધારે વન્યપ્રાણી ઘો જીવ- ૧ વન્યપ્રાણી બંગાળી ચંદન ઘો (Bengal Monitor Lizard) નું માંસ કાપી રાંધવાની કામગીરી કરતાં ભિલોડા રેંજના સ્ટાફ સાથે રેડ કરતાં તેઓને રંગે હાથે પકડી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ (સુધારા અધિનિયમ-૨૦૨૨) ૨(૧)/૨(૨)/૨(૧૬)/૨(૨૦)/૨(૩૧)(a)/૨(૩૫) /૨(૩૬)/૯/૧૬/૩૯/૫૦/૫૧/૫૨/૫૭ કલમ હેઠળ રેન્જ ગુ. નં. ૦૧/૨૦૨૫-૨૬ તા.૨૪/૦૬/૨૦૨૫ થી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. નાયબ વન સંરક્ષક અરવલ્લી વન વિભાગ, મોડાસા તથા મદદનીશ વન સંરક્ષક અરવલ્લી-૧ ના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ કરતાં ગુનામાં સંડોવાયેલા અન્ય-૨ ને પકડી કુલ ૧ થી ૩ મેં. ફર્સ્ટ ક્લાસ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ સાહેબની ભિલોડા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા જે નામદાર કોર્ટે વધુ તપાસ અર્થે એક દિવસના રિમાન્ડ મંજુર .જેની વધુ તપાસ અર્થ વ ધુ તપાસ કરી તા.૨૬/૦૬/૨૦૨૫ના રોજ મેં. ફર્સ્ટ ક્લાસ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ  ભિલોડા  તા.૨૬/૦ ૬/૨૦૨૫ થી ૧૦/૦૭/૨૦૨૫ સુધી જમીન નામંજુર કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત

(૧) શ્રી મુકેશભાઈ નટવરનાથ કનિપા (વાદી), ઉ.વ. ૨૨ વર્ષ,મુ.ધોલવાણી ત્રણ રસ્તા, તા.ભિલોડા,જી.અરવલ્લી

(૨) શ્રી રાજુનાથ ઉદાનાથ મદારી ઉ.વ.૩૦ વર્ષ, મુ.રીંટોડા, તા.ભિલોડા, જી.અરવલ્લી

(૩) શ્રી જગદીશભાઈ નટુભાઈ મોડીયા ઉ.વ. ૩૯, મુ.ભુતાવડ, તા.ભિલોડા, જી.અરવલ્લી

 

 

 

Back to top button
error: Content is protected !!