નસવાડી કવાંટ રોડ ઉપર મોટા મોટા ખાડાઓથી વાહન ચાલકોને મુશ્કેલી.
મૂકેશ પરમાર,, નસવાડી
નસવાડી થી કવાંટ સુધી 30 કિલોમીટરનો સ્ટેટ આર એન્ડ બી વિભાગનો ડામર રસ્તો આવેલો છે.અને આ રસ્તા ઉપર રોજ નાં હજારો વાહનો પસાર થાય છે જ્યારે ભારે વરસાદમાં આ રસ્તા ઉપર અનેક જગ્યાઓ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને રસ્તો બિસ્માર થઈ ગયો છે જ્યારે સ્ટેટ આર.એન.બી વિભાગ દ્વારા આ રસ્તા ઉપર અમુક જયાઓ ઉપર ડામર નો માલ નાખી પેચવર્ક ની કામગીરી કરાઈ હતી તે કામગીરી પણ વ્યવસ્થિત કરાઈ નથી ખાલી દેખાવા પૂરતી કરાઈ હતી જ્યારે સોઢલીયા થી ભાખા ગામ વચ્ચે નાં રસ્તા ઉપર અનેક જગ્યાઓ ઉપર મોટા મોટા ખાડાઓ હજુ યથાવત છે જ્યારે વાહન ચાલકોની ગાડીઓ આ ખાડાઓમા પટકાઈ છે જેનાથી વાહન ચાલકોને નુકશાન થઈ રહ્યું છે અને વાહન ચાલકો ને ખર્ચ પણ વધી રહ્યો છે જેનાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે જ્યારે સ્ટેટ આર એન્ડ બી વિભાગ ના અધિકારીઓ આ રસ્તા ઉપર ધ્યાન આપતા નથી સ્ટેટ આર એન્ડ બી નાં અધિકારીઓ વહેલી તકે આ રસ્તા ઉપર પડેલા ખાડાઓ વ્યવસ્થિત કરાવે તે જરૂરી બન્યું છે.