વિજાપુર સુન્નત મુસ્લીમ જમાત ઈદગાહ ટ્રસ્ટ દ્વારા મુસ્લીમ સમાજનો ખત્ના કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ઈદગાહ ખાતે સુન્નત મુસ્લીમ જમાત ઈદગાહ ટ્રસ્ટ દ્વારા સમાજનો ફ્રી ખ્તના કેમ્પ યોજાયો હતો.દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા મુસ્લીમ સમાજનો ખત્ના કેમ્પ રાખવા મા આવ્યો હતો. જેમાં મુસ્લીમ સમાજના અગ્રણી ઈદગાહ ટ્રસ્ટ ના મુખ્ય ટ્રસ્ટી તલત મહેમુદ સૈયદ તેમજ યુવા અગ્રણી તંજીલ અલી સૈયદ નઈમ શેખ ઝાકીર ભાઈ સૈયદ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિજાપુર, રિદ્રોલ, ઈટાદરા, બાપસર , જાલમપુર, હિંમતનગર, માણસા, વડનગર ના આમ મુસ્લિમ સમાજ નાં 75 જેટલાં બાળકો એ ખ્તનાં કેમ્પ મા લાભ લીધો હતો. સમાજના યુવકો એ આ ખત્ના કેમ્પ મા બાળકો નો ખ્યાલ રાખી વિવિધ સુવિધાઓ પૂરી પાડી હતી.