GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શાળા રત્ન એવોર્ડ એનાયત કરી જન્મદિવસની ઉજવણી.

 

તારીખ ૨૮/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ટીંબા ગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.શાળામાં વર્ષ દરમિયાન જે બાળકોએ શ્રેષ્ઠ કામગીરી કરે છે તેવા બાલવાટીકા થી ધોરણ -8 માંથી એક એક બાળકની પસંદગી કરી શાળા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આજે શાળાના કુલ 10 વિદ્યાર્થીઓને શાળા રત્ન એવોર્ડ ગામના આદરણીય ગોપાલકાકા, એસ. એમ સી ઉપાધ્યક્ષ દક્ષાબેન તેમજ શિક્ષણવિદ અંકુરકુમાર ના વરદ હસ્તે આપવામાં આવ્યો. ત્યાર બાદ માનનીય જીસીઈઆરટી ના એસ. જે. ડુમરાળીયા સચિવ ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ તમામ બાળકો ચમચીથી જમે એ હેતુથી શાળાના 320 બાળકોને જન્મદિવસ નિમિત્તે ચમચી ભેટ આપવામાં આવી આ ઉપરાંત તમામ બાળકોને બિસ્કીટના પેકેટ આપવામાં આવ્યા. આ ઉપરાંત એક નવતર પ્રયોગ સ્વરૂપે રોજનો એક રૂપિયો મારી શાળાને અંતર્ગત 365 રૂપિયા નું દાન શાળાને કરવામાં આવ્યું તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આદરણીય ગોપાલકાકા એ પણ આ પ્રયોગ હેઠળ રૂપિયા 500 શાળાને દાન આપવામાં આવ્યું.આમ શાળાના આચાર્ય ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ શિક્ષકમિત્રો તેમજ આવેલ તમામ મહેમાનો દ્રારા જન્મદિવસ ની શુભકામના પાઠવવામાં આવી હતી.

 

Check Also
Close
Back to top button
error: Content is protected !!