GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKOLALPUR

સમગ્ર હાલારના ગૌરવાન્વિત મહાનુભાવને જન્મદિવસની સાદર વંદન સહ શુભકામનાઓ

 

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન જયંતીભાઇ લખમશી હરિયાનો આવતીકાલ ૬ જુલાઇને રવિવારે જન્મદિવસ

 

જામનગર (ભરત ભોગાયતા)

 

સમગ્ર હાલાર પંથકના રત્ન સમાન અને જેઓની ખ્યાતિ પ્રદેશ અને દેશના સીમાડા વટાવી ચુકી છે તેવા પ્રેરણાપુરૂષ મુરબ્બી શ્રી જયંતીભાઇ લખમશી હરિયાનો આવતીકાલ તારીખ ૬ જુલાઇ ને રવિવારના જન્મ દિવસ છે મુરબ્બી શ્રીયુત જયંતીભાઇનું સાદગીભર્યુ જીવન પ્રેરક છે તો તેઓના દિલની અમીરી આંખો આંઝી દે તેવી બુલંદ અને તેજોમય છે જે સમાજ માટે કશુંક કરતા રહેવાનો સતત અનેરો ધબકાર છે તેમ તેઓના નિકટ વર્તુળ જણાવે છે અને ઉમેરે છે કે તેઓ સતત પ્રવૃતિમય રહી અનેકના પ્રેરણાસ્રોત બન્યા છે.

જ્ઞાનયજ્ઞને પ્રજ્વલીત કરી શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠા સાથે ખૂબ જ આદર પામેલા જયંતીભાઇ, જામનગરના ગૌરવ સમાન ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર ડોનર(દાતા), ફાઉન્ડર ચેરમેન અને હાલના ચેરમેન છે.

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ અઢાર સંસ્થાઓ છે જેમાં હરિયા સ્કૂલ અને હાઇસ્કૂલ,વિવિધ કોલેજો, લાખાબાવળ સ્થિત લીલાવતી નેચર ક્યોર સેન્ટર વગેરેનો સમાવેશ થાય છે તેમાંય અભ્યાસ ક્ષેત્રે તો હરિયા સ્કૂલ સહિતની ટ્રસ્ટની સંસ્થાઓ શિક્ષણના પર્યાય સમાન હોઇ ખૂબજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગૌરવભેર પ્રવેશ મેળવે છે ત્યારે આ સંસ્થા માટે ચેરમેન જયંતીભાઇ હરિયાએ કેવી જહેમત લીધી હશે તે સમજી શકાય છે , સમગ્ર જહેમતથી આ સંસ્થા આજે વટવૃક્ષ બની ગઇ છે અને સંસ્થામાં ભણેલા અનેક વિદ્યાર્થીઓએ દેશમા અને વિદેશમાં ઝળહળતી કારકીર્દી બનાવી છે.

જયંતીભાઇ હરિયાની જન્મભૂમિ મુંબઇ, કર્મભુમિ વાપી અને વતન જામનગર જીલ્લાનું નાનુ એવુ ગામ કજુરડા છે. આ નાનુ ગામ જયંતીભાઇની જહેમતથી વિશ્ર્વભરમાં જાણીતુ બન્યુ છે કેમકે તજજ્ઞો કહે છે કે,ભણતર અને ગણતરના માહિર તેમજ મૂકસેવક જયંતિભાઇએ હાલાર પંથકને શિક્ષણ ક્ષેત્રે જે તાતી જરૂર હતી તે પુરી પાડીને વતનને ગૌરવ અપાવ્યુ છે

ઉદારતા સાથે સાદગી,વિવેક સાથે દીર્ઘદ્રષ્ટી ધરાવતા અને સૌના લોકપ્રિય અને સૌ નો આદર પામતા જયંતીભાઇ લખમશી હરિયાનો તારીખ ૬ જુલાઇ ને રવિવારે જન્મ દિવસ છે . તેઓ કહે છે કે સપના જોતા ડરો નહી અને સપના સાકાર કરવાના પ્રયત્નોમાં ક્યારેય પાછી પાની કરશો નહી.
જન્મ દિવસ નિમિતે જયંતીભાઇને મોબાઇલ નંબર
9082395829 ઉપર ખૂબ ખૂબ શુભેચ્છાઓ મળી રહી છે
__________

હવે ……આવો મુરબ્બી શ્રીયુત જયંતીભાઇ વિષેનો એક લેખ જોઇએ………

——–વ્યક્તિ વિશેષ———-

 

જામનગરના કજુરડાના વતની અને ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેન શ્રી જયંતીભાઈ હરિયાની દિર્યદ્રષ્ટીએજામનગરમાં એજયુકેશન હબ બનાવ્યું તો કારોબારક્ષેત્રે વિદેશની મેગા કંપનીઓને બ્રાન્ડેડ ગાર્મેન્ટ નિકાસ કરી વિદેશી હુંડીયામણ કમાઈ દેશની પણ સેવા કરી

 

જન્મથી જ પારબધ્ધમાં માનતા જયંતીભાઈએ ભણતા-ભણતા બિઝનેસમાં પણ ઝંપલાવી
વર્લ્ડના અનેક દેશોમાં ઓફીસો ખોલી: નિકાસમાં મોખરાનું સ્થાન મેળવ્યું : મુંબઈની અમુલખ
અમીચંદ સ્કૂલે પણ તેઓને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા

હાલાર જેના માટે ગૌરવ લઈ શકે તેવા જામનગરના નાનકડા એવા કજુરડા ગામના વતની જયંતીભાઈ લખમશીભાઈ હરિયા સ્કૂલમાં ભણવાની સાથોસાથ ધંધામાં પણ ધ્યાન કેન્દ્રીત કરી દુનિયાના મોટાભાગના દેશોની મુસાફરી કરી વિશ્વમાં અનેક જગ્યાએ ઓફીસો સ્થાપી, ગાર્મેન્ટ ક્ષેત્રમાં વિશ્વની બ્રાન્ડેડ કંપનીઓને નિકાસમાં અગ્રસ્થાન મેળવી ભારત સરકારને વિદેશી હૂંડિયામણ કમાવી દેવામાં પણ અગ્ર રહ્યા. ઓશવાળ સમાજમાં તેમના પિતા લખમશીભાઈ ગોવિંદજી હરિયાનું સ્થાન તો ચિરંજીવ હતું જ, તેને વધુને વધુ પ્રજ્જવલિત કરી જામનગરમાં પ્રભાબેન પ્રાયમરી સ્કૂલ અને લખમશી હરિયા હાઈસ્કૂલ સ્થાપી અને આજે તેને વટવૃક્ષ બનાવી દીધી છે તે વિદ્યાસંકુલમાંથી ભણીને આજે હજારો વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ નોકરીમાં, બિઝનેસમાં અગ્રસ્થાન મેળવી ચૂક્યા છે અને વિદેશમાં પણ સ્થાથી થયા છે. જેનો શ્રેય જયંતીભાઈની ઉદારતા અને દીર્ઘદ્રષ્ટીને જાય છે.

 

જામનગરના મૂળ કજુરડા ગામના વતની મુંબઈમાં આવેલ અમુલખ અમીચંદ મલ્ટીપર્પઝ સ્કૂલમાં શિક્ષણ મેળવતાની સાથોસાથ પિતાના ચક્ષુઓ નબળા પડતા અને સૌથી મોટાભાઈનું અવસાન થતા ધંધામાં પણ ઝુકાવી હાલારના ઓશવાળ મહાજનોમાં અગ્રસ્થાન મેળવી શ્રી જયંતીભાઇ હરિયાએ નાનકડા એવા તે સમયના વાપીમાં ફેક્ટરી કાર્યરત કરેલ હતી તે સમયે વાપીમાં જમીનનો ભાવ ૪ રૂપિયા મીટર હતો, જે આજે ૨૫ હજાર રૂપિયા મીટરે પહોંચ્યો છે અને તે સમયે વાપીમાં આખા દિવસમાં ફક્ત ત્રણ ટ્રેનો ઉભી રહેતી હતી. રસ્તાઓની જગ્યાએ ગાડા માર્ગો હતા. ફેક્ટરી જવા માટે ઘોડાગાડીમાં જવું પડતું હતું અને એ જ વાપી આજે ઈન્ડસ્ટ્રીયલ હબ બની ચૂક્યું છે. જેમાં હરિયા પરિવારનો પણ સિંહ ફાળો રહ્યો છે.

આજના યુવાનોએ આ ઉંમરે પણ વિશ્વમાં પ્રવાસ કરતા અને સંગીતના શોખિન એવા જયંતીભાઈની કર્મનિષ્ઠા ઉપરથી ઘણુ શિખવા જેવું છે. તેમજ ડાઉન ટુ અર્થ અને પોતાના પ્રચારથી હંમેશા અળગા રહેલા જયંતીભાઈએ માટુંગામાં આવેલ પોદાર કોલેજમાં ઈન્ટરકોમર્સ કરી અને સાથોસાથ ધંધામાં વ્યસ્ત બન્યા, જેમાં શરૂઆત બેડશિટ, પીલો કવર અને મેટ્રેસનું ઉત્પાદન શરૂ કર્યું. જેમ-જેમ દુનિયા ખેડતા ગયા તેમ-તેમ ધંધો ઉત્તરોતર પ્રગતિના શિખરો સર કરતા ગયા. તે સમયના તેઓ લીડીંગ એક્સપોર્ટર બન્યા.

તે સમયે ઓશવાળનું પહેલું એક્સપોર્ટ હાઉસ જે ભારત સરકાર માન્ય હતું. ત્યારપછી ૭૦ના દાયકામાં વિશ્વની ગ્લોબલ બ્રાન્ડ ઓફ જેવી કે સી એન્ડ એ, મેસ્સી, બેનેટોન, સહિતની વિશ્વ પ્રસિધ્ધ અનેક જાણીતી કંપનીઓને એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું અને તે સમયે મોસ્ટ સ્ટેટ ઓફ આર્ટ ગાર્મેન્ટ ફેક્ટરી દરરોજના ૫ હજાર વસ્ત્રો તૈયાર કરવામાં આવતા.

કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ફેક્ટરી સ્થાપી. આ પ્રગતિમાં હોંગકોંગથી સ્માર્ટ શર્ટની ટેકનિકલ નોહાઉ લઈ આવ્યા જેના કારણે અમેરિકા, ઈટાલી, ફ્રાન્સ, જર્મની, યુ.કે, સહિત વિદેશમાંથી ઓર્ડરો આવવા લાગ્યા. અનેક એકિઝબીશનોમાં ભાગ લઈ નવી-નવી સ્ટાઈલો રજૂ કરી અને આ આધુનિક વસ્ત્રોને એકિઝબીશનમાં રજૂ કરવા માટે બે વર્ષ પૂર્વે તૈયારીઓ કરવી પડતી અને તેમને ત્યાં ઉત્પાદિત ગાર્મેન્ટસની ૧૦૦ ટકા નિકાસ કરવામાં આવતી હતી. જાપાન, જર્મની વિગેરે જગ્યાએથી ઈમ્પોટેડ મિશનરી મંગાવી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ મશીનો મંગાવવા માટે લાયસન્સ, પરમીટ અને કોટા સિસ્ટમ હોવાથી ઉત્પાદનના લક્ષ્યાંકને સિધ્ધ કરી શકાતો ન હતો તેથી તે સમયે કેન્યામાં ફેક્ટરી શરૂ કરી. ત્યાંથી યુ.કે. અને યુ.એસ.યુરોપિયન દેશોમાં એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું.
અને યુગાન્ડાથી ખૂબ મોટા ઓર્ડરો મળ્યા અને સમકાલીન સમયમાં ભારતનું એક્સપોર્ટ ૧૫૦૦ કરોડનું હતું તે એક્સપોર્ટમાં હરિયાનો ૧ ટકાનો આ ૧૫ કરોડનો સિંગલ ઓર્ડર મળેલો અને ટૂંક સમયમાં મોટી ચેલેન્જ સાથે આ સપ્લાય આપવાનો હતો તે તેઓએ સફળતાપૂર્વક પરિપૂર્ણ કરેલ હતો જે ઓર્ડરની આજે આપણે વેલ્યુ ગણીએ તો અબજો રૂપિયા થવા જાય તે સમયે આજ જેવું કોઈ કોમ્યુનિકેશન જેવી કોઈ સિસ્ટમ ઉપલબ્ધ ન હતી.

ત્યારબાદ ઝામ્બીયા સહિત અનેક આફ્રિકન દેશોમાંથી ખૂબ જ ઓર્ડરો મળવા લાગેલ હતા. તો તે સમયે ઝામ્બીયાના પ્રેસિડેન્ટ ડો.એચ.ઈ.(નિઝ એક્સીલન્સી) કેનેથ કોડા સાથે સારા સંબંધો હતા અને તેઓને સ્ટેટ ગેસ્ટનું સન્માન અપાતું હતું. ડો.કેનેથને ભારત પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું અને તેઓ ઈન્દીરા ગાંધીના પણ ફેન હતા. આ સમયે તેઓની નજર કાચી પડતા તેમના દીકરી જીશાબેન અને કાન્તીભાઈએ બિઝનેસને આગળ વધાર્યો. વિદેશમાં મોટા-મોટા ગ્લોબલ સિટીઓમાં ઓફીસો બનાવી, જેનું હેડકવાર્ટર મુંબઈ હતું.

જામનગરના મહાજન ઓશવાળ સમાજમાં એવું કહેવાતું કે, મૂળ કજુરડાના વતની અને ત્રણ ચોપડી ભણેલા અને ૧૦ વર્ષની ઉંમરે મુંબઈ પહોંચી મહેનત-મજૂરી કરી અને બિઝનેસમાં અગ્રસ્થાને પહોંચેલા એવા વડાલામાં રહેતા લખમશી બાપાને ત્યાં પહોંચીએ એટલે રોટલો અને ઓટલાની વ્યવસ્થા થઈ જ જશે અને જયંતીભાઈ પણ આવનાર દરેકને દેશ-વિદેશમાં સ્થાથી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવેલ. તે સમયે જયંતીભાઈને ધ્યાનમાં આવેલ કે, ગામડેથી આવતા લોકોને અંગ્રેજી સહિતના ઘણા પ્રશ્નો ઉભા થતા હતા તે વાત તેઓના મગજમાં કેન્દ્રીત થયેલી. ત્યારે લખમશીબાપાએ બંને ભાઈઓને બોલાવી પોતાની મિલ્કત સંભાળી લેવા જણાવેલ હતું પરંતુ બંને ભાઈઓએ મિલ્કત મેળવવા માટે ઈન્કાર કરેલ હતો. તે વાત નોંધવી જોઈએ કે, આજે બાપાની મિલ્કતો માટે સંતાનો અદાલતોથી લઈ મારામારી સુધીના ખેલ ભજવે છે. ત્યારે આ બંને ભાઈઓને પોતાનો
હકક લેવાનો ઈન્કાર કરીને પિતાને પોતાની મિલ્કત પોતાની ઈચ્છા અનુસાર સારા કામમાં વાપરવા સૂચન કર્યું. ત્યારે માતા પ્રભાબેને પણ સલાહ આપેલ કે, મિલ્કત સરખે ભાગે સંભાળી લ્યો, કારણ કે જીંદગીમાં પૈસાનું હોવું ખૂબ જરૂરી છે. પરંતુ બંને ભાઈઓએ આ મિલ્કત સંભાળવાની ના પાડી દીધી હતી. તેના પરિણામ સ્વરૂપ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ અને અન્ય પ્રજાલક્ષી પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો.

જેના પરિણામ સ્વરૂપે ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ અને અન્ય પ્રજાલક્ષી પ્રવૃત્તિઓમાં જોડાયા. જેના પરિણામ સ્વરૂપ પોતાની માતૃભૂમિ સમી હાલારના જામનગરમાં માતા પ્રભાબેન લખમશી હરિયાના નામે પ્રિ પ્રાયમરી સ્કૂલ તેમજ પિતા લખમશી ગોવિંદજી હરિયાના નામે આયોજન કરાયું.

તે સમયે રમણીકભાઈએ બજાર ભાવે જગ્યાની ખરીદી કરી સ્કૂલ શરૂ કરવા માટે સૂચન કર્યું. તે સમયે જયંતીભાઈએ જણાવ્યું હતું કે, જમીન ખરીદ કરી આપણો પ્રોજેકટ પરિપૂર્ણ નહીં થાય અને આપણું કાર્ય પ્રજાલક્ષી હોય તેથી ગર્વમેન્ટ પાસે આપણે સહયોગ લેશુ તો આપણને ચોકકસ મદદ મળી રહેશે. તેવું વિચારી તે સમયે વાપી જીઆઈડીસીમાં ફરજ બજાવી ગયેલ અધિકારીના કાને આ વાત નાખતા તેઓએ એ શક્ય હોવાનું જણાવેલ અને તે માટે જરૂરી રજૂઆતો જીઆઈડીસીમાં કરવા સૂચન કરેલ હતું અને તે સમયના અધિકારીઓએ આ વાતને સહર્ષ સ્વીકારી અને આવા પ્રજાલક્ષી કામમાં સરકારનો સહયોગ મળ્યો.

જામનગરમાં તેની દેખરેખ માટે રમણીકભાઈ શાહ ઉપર પસંદગી ઉતારી અને સ્કૂલ બનાવવાનું આયોજન કરાયું હતું ત્યારે રમણીકભાઈએ જમીન ખરીદ કરવા માટે જહેમત શરૂ કરી ,પરંતુ જમીન ખરીદી કરે તો બિલ્ડીંગના પૈસા તૂટે તેવી સ્થિતિ હોય તેમાં જીઆઈડીસીએ મહત્વની ભૂમિકા ભજવી અને ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લખમશી ગોવિંદજી હરિયા સ્કૂલ બનાવવા માટે જમીન તો આપી ઉપરથી મોટી રકમની ગ્રાન્ટ પણ આપી. ત્યારે એશિયન પેઈન્ટના ઓનર અને મિત્ર એવા અશ્વિનભાઈ ચોક્સીએ કલર કામની જવાબદારી ઉપાડેલ, જેના પરિણામ સ્વરૂપ ૧૯૮૬માં ચંદનબેન જયંતીભાઈ હરિયા દ્વારા આ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

જયંતીભાઈના સુપુત્રી જીજ્ઞાબેન અને ધર્મપત્ની કંચનબેનના જણાવ્યા અનુસાર ફાઉન્ડર ચેરમેન જયંતિભાઈ સતત મુંબઈથી જામનગર આવી અને સ્કૂલોના પ્રોજેકટના વિકાસ ઉપર સતત નજર રાખતા હતા અને તેમની નિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠ ઈમેજના કારણે ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટને જમીન પણ દાનમાં મળતા આજે અનેક ફેકલ્ટીઓ સાથેની વિશાળ હરિયા કોલેજ દ્વારા સેંકડો વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણ મેળવી સમાજમાં દેશ-વિદેશમાં આગવું સ્થાન મેળવી ચુકયા છે જેનો શ્રેય જયંતીભાઈને જાય છે.

આજે પણ હરિયા બિઝનેસ સંકુલ મુંબઈની ઓફીસને સાથે જોડાયેલા અને તેમાં કામ કરતા લોકો યુનિવર્સિટી માનતા હતા અને તેની સાથે જોડાયેલા લોકો આજે પોતાના સફળ બિઝનેસ હાઉસો બનાવી ચૂક્યા છે અને તે વાતનો ગર્વ છે.

સ્કૂલ, કોલેજની સાથોસાથ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટને દાતાઓ દ્વારા દાન મળેલ ત્યારે લાખાબાવળમાં લીલાવતી નેચર કયોર સેન્ટર બનાવવાની વાત રમણીકભાઈ દ્વારા રાખવામાં આવી પરંતુ તે માટે તેઓને કોઈ દાતા નહીં મળતા આ લાખાબાવળની તમામ જગ્યા ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ખરીદ કરવામાં આવી અને તે સંકુલનો સંપુર્ણ ખર્ચ આજે ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવી રહ્યો છે.

તેઓએ ગાર્મેન્ટ ફેકટરી નાખેલ અને મોટા ઓર્ડરો દેશ-વિદેશમાંથી આવતા થયા. પરિણામે કર્મભૂમિમાં મળેલ સફળતાનું વળતર કર્મભૂમિમાં રહેતા લોકોને ચૂકવવું જોઈએ તેવી માન્યતા સાથે વાપીમાં હોસ્પિટલ, મંદિરો અને સ્કૂલો અને જામનગરમાં સ્કૂલો, કોલેજો, દેરાસર, નોસ્ટેલ અને નેચર ક્યોર બનાવવામાં આવેલ છે.

તેમજ વાપીમાં ચાર રૂપિયે મીટર જે જમીનો લઈ ફેક્ટરી બનાવવામાં આવેલ, આજે ત્યાં મીટરના ૨૫ હજાર રૂપિયા ભાવ છે. તેવી જ રીતે તે સમકાલીન સમયે મળેલ રૂા. ૧૫ કરોડનો નિકાસના ઓર્ડરની આજના સમયમાં ગણતરી કરીએ તો રૂા. ૧૫૦૦ કરોડથી વધુ થવા જાય.આમ, વાપીએ તેઓને ખૂબ આપ્યું છે. જયંતીભાઈના પરિવારને યુગાન્ડાના પ્રેસિડેન્ટ સાથે એટલો ઘરોબો થયેલ કે, તેમના વાઈફ મારીયા અને ડો. મીલટન ઓબોટે સાથે તેમની સરકારી કારમાં ભારતના કાશ્મીરથી લઈ આગ્રા સહિત અનેક જગ્યાએ ફરેલ હતા અને ઝામ્બીયાના ડો.કેનેટ કોન્ડા આજે ઢળતી ઉંમરે પણ તેઓ સતત દેશ-વિદેશમાં ફરતા રહે છે. આમ, જયંતીભાઈની ઉજ્જવળ કારકિર્દીથી આજના યુવાનોએ ઘણી શીખ લેવા જેવી છે.

હાલારના હિર એવા શ્રી જયતીભાઈ ચેરમેન તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહયા છે. તેઓના ધર્મપત્ની કંચનબેન પણ ટ્રસ્ટી તરીકે સંસ્થાનો વધુને વધુ વિકાસ માટે કાર્યરત છે. તેઓની જન્મભૂમિ મુંબઈ રહી, કર્મભૂમિ વાપી રહી અને વતન જામનગરનું નાનકડું એવું કજુરડા ગામ રહયું. આજે પણ તેઓ સતત દેશ-વિદેશમાં પ્રવાસ કરતા રહે છે અને ભણતરની સાથે ગણતર અને કોઠાસૂઝ હોય તો કોઈપણ લક્ષ્યાંકને સાધી શકાય તેવું તેઓએ સાબિત કરાવી બતાવ્યું. તેઓના જણાવ્યા અનુસાર સપના જોવાથી ડરવું ન જોઈએ, પરંતુ સપના જોઈએ તો ચોકકસ તેને સાકાર કરી શકાય.

_________________
—regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!