‘વંદે માતરમ્’ના અપમાન વિરુદ્ધ કાલોલમાં રેલી અને કેન્ડલ માર્ચ સાથે ભાજપ યુવા મોર્ચાનો વિરોધ.

તારીખ ૧૭/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
15મી ઓગસ્ટના પવિત્ર સ્વાતંત્ર્ય દિવસે ‘વંદે માતરમ્’ના અપમાનના વિરોધમાં ગતરોજ મોડી સાંજે કાલોલ ખાતે રેલી અને કેન્ડલ માર્ચ યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
આયોજકોએ જણાવ્યું કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રભક્તિનું પ્રતીક ‘વંદે માતરમ્’નું અપમાન દેશભક્ત ભારતીયો ક્યારેય સહન નહીં કરે. આ વિરોધ દ્વારા રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.વિરોધ પ્રદર્શનમાં જિલ્લા યુવા મોર્ચાના પ્રમુખ હાર્દિકભાઈ બારીઆ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા,કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કાલોલ તાલુકા ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ સહિત નગર અને તાલુકાના યુવા મોર્ચાના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.હાથમાં તિરંગા અને મીણબત્તીઓ સાથે નીકળેલી રેલીમાં સહભાગીઓએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારા લગાવી રાષ્ટ્રભક્તિનો જુસ્સો દર્શાવ્યો હતો.








