કેશોદમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ : સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે કેમ્પનું આયોજન; લોકોએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
કેશોદમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ : સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે કેમ્પનું આયોજન; લોકોએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સૌરાષ્ટ્રના છોટે સરદાર અને ખેડૂતોના મસીહા તેમજ સૌ લોકોના પરમ વંદનીય ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમનું સમગ્ર જીવન આમ જનતા,ખેડૂતો અને ગરીબ લોકોની સેવા સમર્પિત કરેલ જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાનું લોહી રેડી લોકસેવા અર્થે કર્યો કરતા એવા ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથી નિમિતે કેશોદના શરદ ચોક ખાતે આવેલ લેઉવા પટેલ સમાજ ખાતે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ દિપ પ્રાગટય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં લોકલાડીલા ધારાસભ્ય જયેશ ભાઈ રાદડીયા,નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોડલીયા,પ્રવિણભાઈ ભાલારા,વિવેકભાઈ કોટડીયા,સાગર બોરડ તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો ત્યાર બાદ બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજરોજ બપોરના ૧ વાગ્યા થી ૫ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં કેશોદ ની આવકાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોકટરો દ્વારા સેવા આપવામાં આવી હતી જેમાં 400 કરતા વધુ લોકો ને તપાસવામાં આવ્યા હતા તેમજ 150 બોટલ રક્ત એકત્ર થયું હતું…..
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ