જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુરના એન.એસ.એસ વિભાગ દ્વારા જીવન વેલેન્ટરી બ્લડ સેન્ટર ના સહયોગથી કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે બ્લડ ગ્રુપ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું

2 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુરના એન.એસ.એસ વિભાગ દ્વારા જીવન વેલેન્ટરી બ્લડ સેન્ટર ના સહયોગથી તારીખ 29 /8/ 25 ના રોજ કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે બ્લડ ગ્રુપ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 226 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો. રક્તદાન કેમ્પ
જીવન વોલેન્ટરી બ્લડ સેન્ટરના સહયોગથી તારીખ 30/ 8 /25 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો એમ કુલ 24 જણાય રક્તદાન કર્યું હતું. જીવન વેલેન્ટરી બ્લડ સેન્ટર સહકાર આપવા બદલ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. તથા રક્તદાન કરનાર દરેક રક્તદાતા ને એક બેગ અને ચા નાસ્તો આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રાધાબેન પટેલ ના સહયોગથી પ્રોગ્રામ ઓફિસર ડૉ.પ્રતીક્ષા એમ. પરમાર અને ડૉ. જાનકી બી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.





