ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ – કુણોલ ગામના વૃદ્ધની 60 દિવસ પછી લાશ મળી આવી, બાકરોલ (મોડાસા) ગામે મામેરું લઈને ગયા હતા તે દરમિયાન થયા હતા ગુમ .!!

બાકરોલ નદીમાંથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી, 2 મહિના પહેલા ગુમ થયેલા વ્યક્તિ હોવાની શંકા

અરવલ્લી

 

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – કુણોલ ગામના વૃદ્ધની 60 દિવસ પછી લાશ મળી આવી, બાકરોલ (મોડાસા) ગામે મામેરું લઈને ગયા હતા તે દરમિયાન થયા હતા ગુમ .!!

બાકરોલ નદીમાંથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી, 2 મહિના પહેલા ગુમ થયેલા વ્યક્તિ હોવાની શંકા

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુણોલ ગામના વતની ચમાર મુળાભાઈ હીરાભાઈ આશરે 2 મહિના પહેલા મામેરું લઈ બાકરોલ ગામે ગયા હતા રહસ્યમય રીતે ગુમ થયા બાદ હવે બાકરોલ ગામની નદીમાંથી મળી આવેલી લાશ તેમની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માહિતી અનુસાર, ચમાર મુળાભાઈ હીરાભાઈ ગામ કુણોલ ઉંમર આશરે 70 વર્ષીય જેઓ મામેરુ પ્રસંગે બાકરોલ (મોડાસા) ગામે આવ્યા હતા. દરમિયાન તેમનું ચપ્પલ ટેમ્પામાં રહી જતાં તેઓ ચપ્પલ લેવા ટેમ્પા પાસે ગયા હતા, પરંતુ ત્યારબાદ પરત ફર્યા નહોતાં. મામેરુ બેસવાનો સમય થતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી, છતાં તેઓ ક્યાંય જોવા મળ્યા નહોતાં.આ અંગે બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ અને પરિવારજનો દ્વારા બાકરોલ તથા આસપાસના વિસ્તારોમાં વ્યાપક તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની માહિતી મળી નહોતી. અંદાજે 2 મહિના વીતી ગયા છતાં મુળાભાઈનો પતો મળ્યો નહોતો.અંતે બાકરોલ ગામ નજીકની નદીમાં અજાણ્યા વ્યક્તિની લાશ દેખાતા ગ્રામજનો એકત્ર થયા હતા. ગામલોકોએ લાશને જાળી-ઝાંખરામાંથી બહાર લાવી નજીકથી નિરીક્ષણ કરતાં તે ગુમ થયેલા મુળાભાઈની હોવાની શંકા વ્યક્ત કરી હતી.સમગ્ર ઘટનાની જાણ ટીંટોઈ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાશની ઓળખ તથા મોતના ચોક્કસ કારણ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને લાશને પી એમ અર્થ એ ખસેડવાની તજવીજ હાથ ધરી છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!