AHAVADANGGUJARAT

ડાંગ:વઘઈના ભેંસકાતરી ગામે ગેરકાયદેસર દારૂનું વેચાણ કરનાર બુટલેગરને ઝડપી પાડ્યો,૮૭ હજારનો મુદ્દામાલ જપ્ત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયાની ટીમે ભેંસકાતરી ગામે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરતા એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો તેમજ પોલીસે 87 હજારની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયાની પોલીસ ટીમે બાતમીના આધારે વઘઈ તાલુકાના ભેંસકાતરી ગામના આંબલી ફળિયામાં રહેતા અરુણ ધીરુભાઈ ગામીત (ઉ. વ.૫૦) ના ઘરે રેડ કરી હતી. ત્યારે તેમના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે  સ્થળ પરથી રૂપિયા 87,740 /- ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. અને અરુણ ગામીત ની પણ અટકાયત કરવામાં આવી હતી.તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના નવાપુરના દશરથભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.વઘઈ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!