GUJARATHALOLPANCHMAHAL

દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત રેલાવતું ‘સ્વરા લાઇફ કેર ફાઉન્ડેશન,હાલોલમાં દિવ્યાંગ બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ અને ફ્રી ડેન્ટલ કેમ્પ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૭.૨૦૨૬

સમાજના દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉમદા આશય સાથે હાલોલ તાલુકા અને આસપાસના વિસ્તારમાં એક સરાહનીય સેવાયજ્ઞ યોજાયો હતો. ‘સ્વરા લાઇફ કેર ફાઉન્ડેશન’ દ્વારા વિસ્તારના ૧૦૦ થી વધુ દિવ્યાંગ બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરવા માટે સ્કૂલ બેગ અને પાણીની બોટલ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ફાઉન્ડેશન દ્વારા માત્ર શૈક્ષણિક સામગ્રી આપીને સંતોષ માનવામાં આવ્યો નહોતો, પરંતુ આ વ્હાલસોયા બાળકોના ઉત્તમ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ‘રોહિનીશ ડેન્ટલ ક્લિનિક એન્ડ મેક્સફેસ સેન્ટર’ના નિષ્ણાત ડેન્ટિસ્ટ ડો. કુલદીપ પંચાલ (MDS) અને ડો. ફ્રેની પંચાલ (MDS) દ્વારા બાળકોના દાંતનું બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકોને દાંતની યોગ્ય સફાઈ અને ઓરલ હાઈજીન (મૌખિક સ્વાસ્થ્ય) અંગે ખૂબ જ સરળ ભાષામાં જરૂરી સલાહ-માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ માનવતાવાદી કાર્યક્રમમાં સ્વરા ફાઉન્ડેશનના ફાઉન્ડર શેફાલીબેન દરજી, દીપકભાઈ દરજી, હાલોલ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડિનેટર ધર્મેન્દ્રભાઈ ખાટ, રાજેન્દ્રસિંહ ઝાલા તેમજ મેડિકલ ટીમ અને સ્થાનિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ફાઉન્ડેશનની આ નવતર પ્રવૃત્તિને સમગ્ર પંથકમાં વ્યાપક આવકાર અને પ્રશંસા મળી રહી છે.બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને તેમનું ઉત્તમ સ્વાસ્થ્ય એ જ અમારો મુખ્ય ધ્યેય છે. દિવ્યાંગ બાળકોમાં પણ અદ્ભુત શક્તિઓ છુપાયેલી હોય છે, બસ તેને યોગ્ય દિશા અને પ્રોત્સાહનની જરૂર હોય છે. સ્વરા લાઇફ કેર ફાઉન્ડેશન આગામી સમયમાં પણ સમાજના આવા વંચિત અને જરૂરિયાતમંદ વર્ગો માટે આવા અનેક સેવાકીય કાર્યો સતત કરતું રહેશે.

Back to top button
error: Content is protected !!