અલીન્દ્રા ચોકડી પાસે શૈક્ષણિક સંસ્થામા રૂમો બનાવી ભાડે આપી પોલીસને જાણ નહીં કરતા જાહેરનામા ભંગ ની કાર્યવાહી કરી
તારીખ ૨૧/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ કાલોલ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અલીન્દ્રા ચોકડી પાસે હોટલ ની બાજુમા આવેલ શૈક્ષણિક સંસ્થા કે જે સંસ્થા શિક્ષણ ના હેતુ ના ટ્રસ્ટ ની જગ્યા હોય આ જગ્યા પરપ્રાંતીય ઈસમોનો કબીલો બનાવી પોલીસ વેરીફીકેશન કર્યા વગર ભાડે આપી છે તેવી શિવમ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ની ઉત્તર બાજુ બનેલ રૂમ પાસે જતા મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી રાજેન્દ્રકુમાર શર્મા છેલ્લા ત્રણેક માસથી આ જગ્યાએ માસિક ભાડા થી રહેતો હોવાનું જાણવા મળેલ તથા આ જગ્યાના વહીવટદાર અને દેખરેખ રાખતા જીવાભાઇ નાનાભાઈ વણકર ને દર માસે ભાડું આપતો હોવાનું જણાવેલ ભાડુઆત પાસેથી કોઈ આઈડી પ્રૂફ મેળવેલું નથી તેમજ સ્થાનિક પોલીસમાં કોઈ નોધ કરાવી નથી જેથી પોલીસે જાહેરનામા ભંગ ની કાર્યવાહી હાથ ધરી હતી. આમ શૈક્ષણિક સંસ્થા મા પરપ્રાંતીય ઈસમો ને રૂમો બનાવી ભાડે આપતા હોવાનુ બહાર આવ્યુ છે.