GUJARATJUNAGADHKESHOD

માત્ર ₹૧૦૦ પ્રીમિયમ ચૂકવીને પશુપાલકો પશુને વીમા પહોંચતી સુરક્ષિત કરી શકશે

માત્ર ₹૧૦૦ પ્રીમિયમ ચૂકવીને પશુપાલકો પશુને વીમા પહોંચતી સુરક્ષિત કરી શકશે

રાજય સરકાર દ્વારા પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના અમલમાં મુકી છે. જેમાં પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય દરમિયાન પશુ મૃત્યુના લીધે થતા આર્થીક નુકસાન સામે રક્ષણ પુરૂ પાડવાના હેતુથી આ યોજના અમલમાં મુકી છે. જેથી પશુપાલકો આ યોજનાનો લાભ મેળવી વીમાની રકમ માંથી નવુ પશુ ખરીદી કરીને પશુપાલન વ્યવસાય ચાલૂ રાખી શકશે. આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમાં કંપનીને પ્રતિ પશુ માત્ર રૂ.૧૦૦ પ્રીમીયમ ચુકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષીત કરી શકશે.જ્યારે બાકીની શેષ પ્રીમીયમની રકમ સબસીડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચુકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં જૂનાગઢ જિલ્લામાં ૩૦૦૦ જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે.પશુધન વીમા યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે તે માટે તા.૧૩-૧૨-૨૦૨૪ સુધી આઈ- ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. અરજી કરી હોય તેવા પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થી ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે આ સહાય આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.જુનાગઢ જિલ્લાના વધુમાં વધુ પશુપાલકોને આ યોજનામાં સમય મર્યાદામાં અરજી કરી લાભ લેવા નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

 

બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!