ડેડીયાપાડા સહીત નર્મદા જિલ્લામાં આવેલી ITI માં તા.30 જૂન સુધી ઉમેદવારો પ્રવેશ મેળવી શકશે.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 03/06/2025 – પ્રવેશ મેળવનાર ST, SC વિદ્યાર્થીઓ તથા મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે
નર્મદા જિલ્લામાં રાજપીપળા, પ્રતાપનગર, ગરૂડેશ્વર, કેવડીયા, તિલકવાડા, સાગબારા અને દેડિયાપાડા ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રવેશ માટેની છેલ્લી તારીખ ૩૦ જૂન, ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે.
આ તમામ આઈટીઆઈમાં ઉમેદવારો મિકેનિક ડીઝલ, વાયરમેન, ઇલેક્ટ્રીશિયન, AOCP, IMCP
કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA), ફિટર, વેલ્ડર, રેફ્રીજરેશન અને એર કંડિશનિંગ, ટુ-વ્હીલર ઓટો રીપેર, સીવણ ટેકનોલોજી સહિતના ટ્રેડ્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો નજીકની I.T.I.નો સંપર્ક કરી શકે છે.
તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓને સ્કોલરશીપ / સ્ટાઈપેંડ આપવામાં આવે છે. એસ.ટી. બસ પાસની સુવિધા ઉપલબ્ધ છે. ST, SC વર્ગના વિદ્યાર્થીઓ તથા મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. તાલીમ બાદ એપ્રેન્ટીસશીપ તથા પ્લેસમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. તમામ સંસ્થાઓમાં વિનામૂલ્યે રો-મટીરિયલ ઉપલબ્ધ છે. તાલીમ દરમ્યાન ઓન-જોબ ટ્રેનીંગ (OJT) આપવામાં આવે છે. સ્વરોજગાર માટે બેંકેબલ યોજનાઓ હેઠળ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે તેમ આચાર્યશ્રી અને નોડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજપીપળા દ્વારા જણાવાયુ છે.