BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે ‘ગુરુપૂર્ણિમા’ ના કાર્યક્રમની ઉજવણી

30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે ‘ગુરુપૂર્ણિમા’ ના કાર્યક્રમની ઉજવણી.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે તા. ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના થી કરવામાં આવી હતી. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજુ કરવામાં આવી હતી.
ગુરુજન પ્રત્યે આદર વ્યક્ત કરવા વિધાર્થીઓ દ્વારા સર્વે ગુરુજનોનું કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીઓ અને અધ્યાપકશ્રીઓ અને વિધાર્થીઓ દ્વારા ગુરુના મહત્વ અને વેદવ્યાસજીના જીવન વિશે અદભૂત વિચારો રજૂ કર્યા હતા. આમ, તમામ કોલેજના પ્રિન્સીપાલશ્રીના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર સ્ટાફના સહિયારા પ્રયત્નોથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!