GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર ની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ડેરોલ સ્ટેશન રોટરી ક્લબ દ્વારા ગૌરીવ્રત નિમિતે ડ્રાયફ્રુટનું વિતરણ કરાયું.

તારીખ ૩૦/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે ગૌરીવ્રત નિમિતે ડેરોલ સ્ટેશન રોટરી ક્લબ દ્વારા ડ્રાયફ્રુટ અને એજ્યુકેશન કીટનું વિતરણ કુમારિકાઓને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેરોલ સ્ટેશન રોટરી ક્લબના પ્રમુખ ચિરાગભાઈ વ્યાસ, મંત્રી દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ અને અન્ય સભ્યો સંતોષભાઈ મહેતા, અનિલભાઈ દેસાઈ, નિતેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.શાળામાં ગૌરી વ્રત નિમિતે મહેંદી હરીફાઈ અને કેશ ગૂંથણ જેવી વિવિધ સ્પર્ધાઓ પણ ચાલી રહી છે ત્યારે રોટરી ક્લબ ડેરોલ સ્ટેશનની આ સદભાવનકીય પ્રવૃત્તિને શાળાના આચાર્ય રિતેશભાઈ પંડ્યાએ સહર્ષ વધાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.







