AHAVADANGGUJARAT

રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, સાપુતારાના ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન…

વાત્સલ્યમ સમાચાર 

    મદન વૈષ્ણવ

*રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં સાપુતારાના કુલ ૩ ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં કુલ ૮ મેડલ મેળવ્યાં*

ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, સાપુતારાના ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવી ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી અંડર–૧૪ રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, સાપુતારાના ખેલાડી કિરણ ભીલે ઇન્ડિયન રાઉન્ડના ૨૦ મીટરમાં ગોલ્ડ મેડલ, ૩૦ મીટરમાં ગોલ્ડ મેડલ, એવરઓલમાં ગોલ્ડ મેડલ, વ્યક્તિગતમાં સિલ્વર મેડલ, તેમજ રવિ સાપતાએ રિકર્વ રાઉન્ડમાં ઓવરઓલમાં બ્રોન્ઝ મેડલ, વ્યક્તિગતમાં ગોલ્ડ મેડલ, આ ઉપરાંત હેતલ તડવીએ કમ્પાઉન્ડ રાઉન્ડમાં ઓવરઓલ સ્પર્ધામાં ગોલ્ડ અને વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે.

વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અલ્કેશભાઈ પટેલે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!