મોડાસા – રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવતી ચેઈનચોર ગેંગનો પર્દાફાશ,LCB એ બે આરોપીઓને ઝડપી ₹ 97,600નો સોનાનો મુદ્દામાલ કબજે કર્યો

અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવતી ચેઈનચોર ગેંગનો પર્દાફાશ,LCB એ બે આરોપીઓને ઝડપી ₹ 97,600નો સોનાનો મુદ્દામાલ કબજે કર્યો

અરવલ્લી જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને મોટી સફળતા હાથ લાગી હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓટોરિક્ષામાં પેસેન્જર તરીકે બેસેલી મહિલાઓનું ધ્યાન ભટકાવી ગળામાંથી સોનાની ચેઈન ચોરી કરતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીના સોનામાંથી બનાવવામાં આવેલી 10.500 ગ્રામ વજનની સોનાની રણી કિંમત અંદાજે ₹ 97,600 કબજે કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ મહેમદાવાદથી નંબર પ્લેટ વગરની ઓટોરિક્ષા લઈને નીકળતા, ત્યારબાદ વૃદ્ધ અને એકલી મહિલાઓને મુસાફર તરીકે બેસાડી વાતોમાં ભોળવી, બેઠક બદલાવડાવી તેમનું ધ્યાન ભટકાવી ગળામાં પહેરેલી સોનાની ચેઈન કટીંગ કરીને ચોરી કરતા હતા. બાદમાં કોઈ બહાનું બતાવી મહિલાને રસ્તામાં ઉતારી ફરાર થઈ જતા હતા.એલસીબીને મળેલી બાતમીના આધારે મોડાસા કોલેજ રોડ નજીક ગુલમર્ગ હોટલ પાસેથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ ભિલોડા અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેબ્રુઆરી-2026 દરમિયાન થયેલી બે સોનાની ચેઈન ચોરીની ઘટનાઓની કબૂલાત કરી હતી.પકડાયેલા આરોપીઓ પૈકી સલમાનખાન ઉર્ફે સધુ કયુમખાન પઠાણ (ઉ.વ. 26), મહેમદાવાદ, ખેડા અને વિક્રમભાઈ ચીમનભાઈ દંતાણી (ઉ.વ. 29), મહેમદાવાદ, ખેડાના હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું જ્યારે હજુ ફરાર આરોપીઓ
આશાબેન ચંદુભાઈ દેવીપુજક અજીમમિયા ઉર્ફે શાહરૂખ સમસુમિયા મલેક ફરાર છે.હાલ એલસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે ભિલોડા પોલીસને સોંપ્યા છે. પોલીસને આશા છે કે આ ગેંગ દ્વારા આચરાયેલા અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાશે




