GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ડાભલા ગામના બાળક નો ચાંદીપુરમ તાવનો કેસનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય ખાતું સક્રિય બન્યું ઠેરઠેર દવાનો છંટકાવ કરાયો

વિજાપુર ડાભલા ગામના બાળક નો ચાંદીપુરમ તાવનો કેસનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય ખાતું સક્રિય બન્યું ઠેરઠેર દવાનો છંટકાવ કરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ડાભલા ગામનો ત્રણ વર્ષના બાળક નો ચાંદીપુરા તાવના કેસનો રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર અને તાલુકા આરોગ્ય વિભાગ હરકત માં આવ્યું હતું. હેલ્થ જેને લઈને તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર માં કાચા પાકા મકાન ધરાવતા તેમજ ગાર અને લીંપણ વાળા મકાન માં ચાંદીપૂરમ તાવ ફેલાવતા સેંડફલાય નો નાશ કરવા માટે મેલેથીયોન ૫ ટકા પાવડર નો છંટકાવ કરવામાં આવ્યો હતો જ્યારે ડાભલા સડકાપુરા ગામમાં આરોગ્યની ટીમ દ્વારા દવાનો છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ સ્થળ ઉપર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડો કાપડીયા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો ગઢવી એપેડે મિક મેડિકલ ઓફિસર ડો વિનોદભાઈ પટેલ તેમજ ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો રાહુલ ચૌધરી ડો પંકજભાઈ પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ દ્વારા ડાભલા ના સડકાપુરા ગામે આવી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં પાવડર છંટકાવની કામગીરી ની માહીતી મેળવી હતી. જિલ્લા પંચાયત કારોબારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભરતભાઈ પટેલ એ વસાઈ ગામમાં તેમજ જિલ્લા સદસ્ય શંકાબેન મહેશજી દ્વારા ખરોડ મુકામે દવા છંટકાવ કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું.જ્યારે આરોગ્ય કર્મચારીઓએ દરેક શાળામાં જઈ ને ચાંદી પુરમ તાવ ના લક્ષણ તેમજ તેનાથી બચવા માટેના ઉપાયો અંગેનું શાળામાં શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવ્યું હતું તેમજ શાળાની આસપાસ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!