BODELICHHOTA UDAIPUR

કાળઝાળ ગરમીમાં બોડેલી પંથક શેકાયો; હીટ સ્ટ્રોકના કેસોમાં ચિંતાજનક વધારો

    છેલ્લા એક સપ્તાહ દરમિયાન ના એપ્રિલ માસથી રાજ્ય ના વિવિધજિલ્લાઓમાં અંગ દજાડતી ગરમી એ માંઝા મૂકી છે. આ અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રોડ રસ્તા પર સન્નાટો છવાઇ ગયો છે. છેલ્લા એક સપ્તાહથી 40 થી 43 ડિગ્રી તાપમાન પહોંચતા એપ્રિલ માસમાં સૌથી ગરમ મહિનો રહેતા લોકો દરરોજ રોજગાર મેળવી પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને અસહ્ય ગરમીથી નીકળવા પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના નગર જનો પણ છેલ્લા એક સપ્તાહથી 40 થી 43 ડિગ્રી તાપમાન નો સામનો કરી રહ્યો છે. ત્યારે હિટ સ્ટ્રોક ના બનાવો રોજબરોજ વધી રહ્યા છે ત્યારે લોકો બોડેલી ના ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો મા જાડા-ઉલ્ટી ડીહાઇડ્રેશન ના કેશો ઝડપ થી વધી રહ્યા છે ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 27 એપ્રિલ ના દિવસે 8 જેટલા દર્દીઓ હિટ સ્ટ્રોક નો ભોગ બનતા દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે 28 એપ્રિલે 4 દર્દીઓ 29 એપ્રિલે પાંચ દર્દીઓ 30 એપ્રિલે 10 દર્દીઓ અને 1મેં ના દિવસે પાંચ દર્દીઓ દાખલ થઈને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા ત્યારે સામૂહિક આરોગ્ય વિભાગ  બોડેલી CHC ના હેડ ના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે એપ્રિલ મે મહિના દરમિયાન થી જ અસહ્યમા ગરમીના કારણે આરોગ્ય વિભાગની એડવર વાઇઝરી બહાર પાડી છે. જરૂરી અને અગત્યનું કામ અર્થે તાપમાનમાં નીકળતા હોય તો મોઢે લીલું કપડું કરી બાંધવું, ઓ આર એસ અને પાણી વધારે પીતા રહેવું કાર્બોનેટ સોડા કે કો લ્ડ ફિક્સ પીવાનું ટાળવું તેમજ વધારે મસાલાવાળું ખાવાનું ટાળવું સાથે ગર્ભવતી મહિલાઓ ને ગરમીથી બચવા વધારે પાણી પીવું લીંબુ સરબત, કેરીનું શરબત જેવા પીણાં પીવા જોઈએ જેથી કોઈ પન જાતની ગરમી અને તાપના કારણે થતી બીમારી થી બચી શકાય અને ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને પણ ખાવા પીવાની ચીજ વસ્તુઓ પર નિયંત્રણ રાખવા આહવાલ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!