BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડી નજીક હાઇવા ટ્રકે અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક યુવક ઘવાયો

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડી નજીક હાઇવા ટ્રકે અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક યુવક ઘવાયો

 

યુવક મોટરસાયકલ લઇને કંપનીમાં નોકરીએ જઇ રહ્યો હતો ત્યારે યુવકના જમણા થાપા પર ટ્રકનું વ્હિલ ચઢી ગયું

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર વધતા અકસ્માતોથી ચિંતા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ત‍ાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર દિવસે દિવસે વધતા જતા અકસ્માતોથી જનતામાં ચિંતા ફેલાઇ છે. ગતરોજ તા.૨૬ મીના રોજ તાલુકાના મુલદ ચોકડી નજીક અંકલેશ્વર તરફ જતા રોડ પર એક હાઇવા ટ્રકે અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક ૨૦ વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામનો ભાવિનભાઇ કનુભાઇ વસાવા નામનો યુવક ગતરોજ તા.૨૬ મીના રોજ મોટરસાયકલ લઇને બપોરના જીઆઇડીસી ની કંપનીમાં નોકરીએ જઇ રહ્યો હતો ત્યારે બપોરના દોઢ વાગ્યાના સમય દરમિયાન મુલદ ચોકડીથી અંકલેશ્વર તરફ જતા રોડ ઉપર જતો હતો ત્યારે એક હાઇવા ટ્રકના ચાલકે ભાવિનની મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા ભાવિન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં હાઇવા ટ્રકનું વ્હિલ ભાવિનના જમણા પગના થાપા ઉપર ચઢી ગયું હતું. ગંભીર રીતે જખ્મી થયેલ ભાવિનને સારવાર માટે અંકલેશ્વર લઇ જવાયો હતો,ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.અકસ્માત બાદ હાઇવા ટ્રકનો ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે ઇજાગ્રસ્ત ભાવિનના સંબંધી હિમાંશુભાઇ માનસીંગભાઇ વસાવા રહે.ગામ અમરતપુરા તા.અંકલેશ્વર જિ.ભરૂચનાએ ઝઘડિયા પોલીસ મથકમાં અકસ્માત સર્જી તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયેલ હાઇવા ટ્રકના ચાલક વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ઈરફાન ખત્રી

રાજપારડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!