CHHOTA UDAIPURJETPUR PAVI

છોટાઉદેપુર ધારાસભ્ય ને ટીબી રોગના દર્દીઓ ને દતક લઇ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવા બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો.

છોટાઉદેપુર,તા.૧૧

પાવીજેતપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાર,ખટાસ અને મુવાડા,કદવાલ, ડુંગરવાંટ પાવીજેતપુર સહિત નાં ટીબી રોગની સારવાર લઈ રહેલા ૫૦ થી વધુ જરુરીયાતમંદ દર્દીઓ ને દેશના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ નિક્ષય મિત્ર અંતર્ગત પૌષ્ટિક આહાર કીટ વિતરણ વ્યવસ્થા કરવા બદલ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ ટીબી ડીવીઝન દિલ્હીની નિક્ષય પોર્ટલ પર ઓનલાઈન પ્રશસ્તિ પત્ર મોકલતાં આજરોજ જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને રૂબરૂ મળી ને એનાયત કર્યું હતું ,આ સમયે જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા તથા તાલુકા ટીબી સુપરવાઈઝર વિનોદભાઈ વણકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન દ્વારા વર્ષ -૨૦૨૫ સુધી માં ટીબી રોગને દેશમાંથી નાબૂદ કરવા માટે સરકાર દ્વારા ઉપલબ્ધ મફત નિદાન અને સારવાર ઉપરાંત ટીબી રોગના દર્દીઓને ડીબીટી દ્વારા દર મહિને પાંચસો રૂપિયા જેટલી આર્થિક સહાય આપવામાં આવે છે,સાથે સાથે જરુરીયાતમંદ દર્દીઓ માટે કોમ્યુનિટી માંથી પણ લોકોની  ભાગીદારીથી પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને વધારાની સેવાઓ દ્વારા ટીબી રોગના દર્દીઓને વહેલી તકે અને સંપૂર્ણ રીતે રોગમુકત કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!