સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોડેલી તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો


છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે જોરદાર પ્રદર્શન કરતાં સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો કબજે કરી પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસ, 2 બેઠકો પર અપક્ષ અને 1 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે.જિલ્લા પંચાયતની બેઠકો પર પણ ભાજપનો દબદબો રહ્યો છે. મોરખલા બેઠક પરથી અરવિંદભાઈ રંગુભાઈ રાઠવા, કડાછલા પરથી સ્નેહાબેન શૈલેષભાઈ તડવી, જબુગામ બેઠક પરથી સહર્ષાબેન શશીકાંતભાઈ રાઠવા, તાંદલજા બેઠક પરથી આશિષભાઈ રમેશભાઈ ભીલ અને ઉચાપાન બેઠક પરથી ભાવનાબેન વિજયભાઈ રાઠવા—all ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે
.તાલુકા પંચાયતની બેઠકો પર વિજેતા ઉમેદવારો:
બાંગાપુરા બેઠક પરથી શિલ્પાબેન મયુરભાઈ કોળી (ભાજપ), બામરોલી બેઠક પરથી કુસુમબેન સંજયકુમાર રાઠવા (અપક્ષ), ગણેશવડ પરથી પિન્ટુબેન પ્રતાપભાઈ તડવી (ભાજપ), ધોળીવાવ પરથી વિદ્યાબેન હરેન્દ્રસિંહ રાઠવા (ભાજપ), ધરોલીયા પરથી મિતેશકુમાર હસમુખભાઈ રાઠવા (ભાજપ), કડાછલા પરથી રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર (ભાજપ), કોસિન્દ્રા પરથી રતનબેન સુરેશભાઈ તડવી (ભાજપ), લઢોદ પરથી રાકેશ દિનેશ તડવી (આમ આદમી પાર્ટી), માંકણી પરથી રમીલાબેન પ્રતાપભાઈ બારીયા (ભાજપ), મોરખલા પરથી અમરસિંહ મનસુખભાઈ બારીયા (ભાજપ) વિજેતા બન્યા છે.
પાણેજ બેઠક પરથી હેમરાજસિંહ મહેન્દ્રસિંહ મહારાઉલ (અપક્ષ), નાની રસ્કી પરથી મીનાક્ષીબેન પ્રતાપભાઈ રાઠવા (ભાજપ), જબુગામ પરથી દિલીપભાઈ લક્ષ્મણભાઈ રાઠવા (કોંગ્રેસ), બામરોલી (વા) પરથી ગીતાબેન શનાભાઈ રાઠવા (ભાજપ), મોટી બુમડી પરથી મંજુલાબેન હિતેશકુમાર રાઠવા (ભાજપ), નવા ટીંબરવા પરથી રમણભાઈ રામાભાઈ નાયકા (ભાજપ), રણભૂન પરથી હેમલતાબેન હિતેશભાઈ કોળી (ભાજપ), સખાન્દ્રા પરથી નરપતભાઈ નગીનભાઈ રાઠવા (ભાજપ), સૂર્યા પરથી તારજીભાઈ હાદિયાભાઈ ભીલ (ભાજપ), તાંદલજા પરથી સુમિત્રાબેન ગોરધનભાઈ બારીયા (ભાજપ), સાણિયાદ્રી પરથી વરુણભાઈ ગોવિંદભાઈ પરમાર (ભાજપ), ઉચાપાન પરથી સુરેખાબેન શૈલેષભાઈ રાઠવા (ભાજપ), ઊટકોઈ પરથી માલુભાઈ કાશીરામભાઈ ભીલ (ભાજપ) અને વાધવા બેઠક પરથી લીલાબેન વેચાતભાઈ રાઠવા (કોંગ્રેસ) વિજેતા જાહેર થયા છે.
આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે બોડેલી તાલુકામાં ભાજપનો મજબૂત પ્રભાવ યથાવત રહ્યો છે. જોકે કેટલીક બેઠકો પર અપક્ષ અને વિરોધ પક્ષના ઉમેદવારોની જીત ભાજપ માટે વિચારવાનો મુદ્દો પણ બની છે. ખાસ કરીને પાણેજ બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત અને કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની હાજરી રાજકીય સમીકરણોમાં ફેરફાર લાવી શકે છે.
રિપોર્ટર તોસીફ ખત્રી




