BODELICHHOTA UDAIPUR

જેતપુર પાવી પોલીસની મોટી કાર્યવાહી: ડુંગરવાંટ ગામ પાસેથી લાખોના વિદેશી દારૂ સાથે TATA HARRIER ગાડી ઝડપાઈ


વડોદરા રેન્જ આઇ.જી. સંદિપસિંહ અને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક આઇ.જી.શેખ તેમજ બોડેલી ડિવિઝનના એસ.પી. હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જેના આધારે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી.રાણાની સુપરવિઝન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી.
​તે દરમિયાન ડુંગરવાંટ ગામે ભારજ નદીના ડાઇવર્ઝન રોડ ઉપરથી પસાર થતી એક સફેદ કલરની TATA HARRIER ફોર વ્હીલ ગાડીને અટકાવી તપાસ કરતા, તેમાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ ગાડી સહિત કુલ રૂ. ૧૩,૬૨,૭૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!