ખત્રી વિદ્યાલય નું સતત બીજા વર્ષે H.S.C નું સો ટકા પરિણામ


આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 નું પરિણામ જાહેર થયું. જેમાં ખત્રી વિદ્યાલય એ સતત બીજા વર્ષે ધોરણ 12 માં સો ટકા પરિણામ મેળવી ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં પ્રથમ નંબર ખત્રી સાનિયા બાનું વસીમભાઈ-૯૯.૩૧ PR દ્વિતીય નંબર ખત્રી મોહમ્મદ ઉવેશ ઈરફાનભાઇ-૯૮.૩૩ PR અને તૃતીય નંબર પઠાણ ઉજમાબાનું જહીરઅબ્બાસ -૯૮.૨૬ PR મેળવી તાલુકા અને જિલ્લામાં અગ્રેસર રહ્યા છે.છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આનંદકુમાર પરમાર સાહેબ તથા તેમની ટીમના સતત માર્ગદર્શન, શિક્ષક ગણનો પરિશ્રમ , વાલી ગણનો સાથ- સહકાર તેમજ વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નો, પેપર લખવાના મહાવરા ને કારણે જ શાળાનું સતત બીજા વર્ષે સો ટકા પરિણામ શક્ય બન્યું છે.જેથી શાળા સમાજ અને ગામનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓની શાળાકીય વર્ષ દરમિયાન નિયમિતતા, જે તે વિષય ની સમસ્યા દૂર કરવા વિદ્યાર્થીઓને આપવામાં આવતું વ્યક્તિગત માર્ગદર્શન, વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર દૂર કરવા શાળાના આચાર્યશ્રી દ્વારા સમયાંતરે પૂરું પાડવામાં આવતું પ્રોત્સાહન, અવારનવાર વાલી મીટીંગ યોજી વિદ્યાર્થીઓના પ્રશ્નોને દૂર કરવાના પ્રયત્નો વગેરે જેવા પ્રયત્નને કારણે જ શાળાએ સતત બીજા વર્ષે આ ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ છે. ત્રણેય વિદ્યાર્થીઓ વાણિજ્ય પ્રવાહમાં C.A,C.M.A.,I.C.W.A વગેરે ક્ષેત્રે પોતાની કારકિર્દી કંડારવાની ઈચ્છા વ્યક્ત કરી છે.શાળા ના આચાર્યશ્રી યુ. વાય. ટપલા તથા ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવારે તેઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે.
રિપોર્ટર તોસીફ ખત્રી





