બોડેલી-છોટાઉદેપુર હાઈવે પર રાજકોટ મશીનરી પાસે એક બેફામ ગતિએ આવી રહેલા રેતીના ડમ્પરે સ્કૂટી ચાલકને જોરદાર અડફેટે લેતા કાળજું કંપાવી દેનારો ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કૂટી ચાલક રોડ પર પતકાતાની સાથે જ ડમ્પરના ભારેખમ પૈડાં તેના માથા પરથી ફરી વળ્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ચીસાડીયા ગામનો જયેશભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ બિનવારસી છોડીને ફરાર થઈ ગયો હતો, જ્યારે આ હૃદયદ્રાવક ઘટનાને પગલે આસપાસથી લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા અને હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માત અંગેની જાણ થતાં જ બોડેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યાં તેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ટ્રાફિક હળવો કરાવીને ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
166
Next
»
MORBI na jetpar ખેડૂત આંદોલનને સમેટવા માટે નિલેશ એરવાડીયાએ કરોડો માંગ્યાઃહકાભા ગઢવી.
મોરબીના જેતપરના ઉપવાસી નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવી બંને વાતચીતનો ઓડિયો વાયરલ
MORBI JETPAR : ૧૭ દિવસથી ઉપવાસ પર ઉતરેલા નિલેશ એરવાડિયાએ જાતે જ આંદોલન છાવણી છોડી!