CHHOTA UDAIPURNASAVADI

છોટાઉદેપુર જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ ગામ, મંદિર, શાળા, પૌરાણિક સ્થળો અને પ્રવાસન સ્થળો પર સાફ-સફાઈ કરાઇ

મૂકેશ પરમાર,,નસવાડી
“સ્વચ્છતા હી સેવા”-૨૦૨૪ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામલીયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ ગામ, મંદિર, શાળા, પૌરાણિક સ્થળો અને પ્રવાસન સ્થળો સ્વચ્છ થાય તે હેતુથી છોટાઉદેપુર તાલુકાના-૨૯, સંખેડા તાલુકાના-૮, બોડેલી તાલુકાના-૧૧, કવાંટ તાલુકાના-૧૬, જેતપુર તાલુકાના-૧૫ અને નસવાડી તાલુકાના-૪ સ્થળોએ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓની નિમણુંક કરી સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી હતી.
              સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા તા.૨જી ઓકટોબરને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે થઈ રહેલી દેશવ્યાપી ઉજવણી તેમજ સ્વચ્છતા પખવાડિયાની પૂર્ણાહુતિના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં પૂજ્ય ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે સૌએ સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી.

Back to top button
error: Content is protected !!