GUJARAT
આજે વાંસદા ખાતે યોજાનાર ભવ્ય આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં જોડાવવા સાંસદ ધવલ પટેલની અપીલ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આજે 14 તારીખે નવસારી જિલ્લાના વાંસદા ખાતે યોજાનાર ભવ્ય આદિવાસી સંમેલન સમારોહ ની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભવ્ય આદિવાસી સંમેલનમાં પૌરાણિક લોકનૃત્ય,પાવરી અને ઢોલના સથવારે આદિવાસી જીવનશૈલી અને પ્રાકૃતિક આદિવાસી ભોજનની લિજ્જત માણવાની સાથે આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ ને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઐતિહાસિક સંમેલન સમારોહ બનાવવા ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.



