BANASKANTHAGUJARATPALANPUR
ભુતેડી પ્રાથમિક શાળાના બાળકોએ બેગલેસ ડે અંતર્ગત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ની મુલાકાત લીધી
12માચૅ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ભુતેડી પ્રાથમિક શાળાના બાળકોએ શાળાના આચાર્ય બેનશ્રી મંજુલાબેન મોર અને શિક્ષકશ્રી પરેશભાઈ પુરોહિત ના માર્ગદર્શન હેઠળ બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી માં સરદાર સ્મૃતિ કેન્દ્ર, એગ્રીકલ્ચર કોલેજ, બાગાયત નર્સરી, પશુ ચિકિત્સક કોલેજ, ફૂડ ટેકનોલોજી, હોમ સાયન્સ, બેકરી વિભાગ વગેરે સંસ્થાઓમાં મુલાકાત લઇ વ્યવસાયિક સજ્જતા વિશે માહિતી મેળવી. વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો. યુનિવર્સિટી કેમ્પસમાં ડો.તુવર સાહેબ,જીવરામભાઈ રાણા,ધવલભાઈ પટેલ તથા અન્ય વિભાગના સાહેબશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપવામાં આવ્યું.